દાહોદ : યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ચતુષ્કોણીય જંગ,જુઓ BTPએ ઉમેદવાર જાહેર કર્યા

Update: 2021-02-11 08:54 GMT

દાહોદમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા વધુ 6 ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે.

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.ત્યારે પક્ષ પલ્ટો પણ ઘણાં નેતા કરી રહ્યા છે.દાહોદ તાલુકા પંચાયતના નગરાલા બેઠકના સભ્ય તેમના સમર્થકો સાથે બીટીપીમાં જોડાઇ ગયા બાદ વધુ ઉમેદવારો બીટીપીએ જાહેર કરતાં સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો રચાઇ રહ્યા હોવાનુ લાગી રહ્યુ છે. આમ કોંગ્રેસ અને ભાજપા માટે આ નવો પડકાર સાબિત થાય તો નવાઇ નહીં. દાહોદ તાલુકા પંચાયત વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે અને આજે પણ આ વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો યથાવત છે. તારીખ 10 ફેબ્રુઆરીના રોજ ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્રારા વધુ 6 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં એક જિલ્લા પંચાયત બેઠક સહિત પાંચ તાલુકા પંચાયત બેઠકનો સમાવેશ થાય છે. આમ દાહોદ જિલ્લામાં ભાજપા, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટી સાથે કેટલીક બેઠકો ઉપર ચતુષ્કોણીય જંગ જામશે તેમ લાગી રહ્યુ છે.

Tags:    

Similar News