દાહોદ : રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના 72મા પ્રજાસત્તાક પર્વની કરાઇ શાનદાર ઉજવણી

Update: 2021-01-26 12:17 GMT

સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ગુજરાત રાજ્યના દાહોદ ખાતે રાજ્યકક્ષાના 72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના નેતાઓ હાજર રહ્યા છે.

દાહોદ ખાતે રાજ્યકક્ષાના 72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ 72મા પ્રજાસત્તાક પર્વના મંગળ પ્રભાતે, પોલીસ બેન્ડવાદકો દ્વારા રાષ્‍ટ્રગીતની ગૌરવશાળી ધૂનની સુરાવલીઓ અને ભારતીય વાયુદળના હેલિકોપ્‍ટરમાંથી પુષ્‍પ પાંખડીઓની વર્ષા અને દેશભક્તિની લાગણીઓથી છલોછલ વાતાવરણમાં રાષ્‍ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવ્યો હતો. દ પા ર રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉન્નત ભારતના ગૌરવ સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ત્યારબાદ રાજયપાલ અને મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં પરેડનું નીરીક્ષણ પણ કર્યું હતું. ગણતંત્ર દિવસના આ મુખ્ય સમારોહનો નજારો માણવા રાષ્‍ટ્રપ્રેમથી તરબતર દાહોદના નગરજનો નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડ્યા હતા.

આ પ્રસંગે લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રીના ધર્મપત્ની અંજલી રૂપાણી, સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શૈલેષ ભાભોર, વજુભાઈ પણદા, ચંદ્રિકા બારીયા, રમેશ કટારા, વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, યુવક સેવા વિભાગના સી.વી. સોમ, માહિતી નિયામક અશોક કાલરીયા, કલેકટર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ, જિલ્લા પોલીસ અધિકારી હિતેશ જોયસર, નિવાસી અધિક કલેકટર મહેશ દવે સહિત ઉચ્ચ અધિકારીઓ, જિલ્લાના લબ્ધપ્રતિષ્ઠિત નાગરિકોએ ઉપસ્થિત રહી રાજયપાલ અને મુખ્યમંત્રીને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.

Tags:    

Similar News