ડાંગ : ઉનાળાના આગમને આંબાપાડાના લોકોએ અંબિકા નદી પર બંધ બનાવી કર્યો પાણીનો સંગ્રહ

Update: 2020-02-24 10:23 GMT

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના આંબાપાડા ગામના ગ્રામજનોએ સામૂહિક મદદથી નદી પર પથ્થરો અને માટી દ્વારા બંધ બનાવી પાણીના સંગ્રહ માટે સચોટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો, પરંતુ ડાંગ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને જોતા મોટા ભાગના વરસાદી પાણીના સંગ્રહ થવાને બદલે વહી જવા પામ્યું હતું, ત્યારે હાલમાં નદીમાંથી પાણી વહી ન જાય અને યોગ્ય રીતે પાણીનો સંગ્રહ થાય તે માટે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ આંબાપાડા ગામના ગ્રામજનો દ્વારા સ્વૈચ્છીક રીતે પથ્થરો અને માટી દ્વારા અંબિકા નદી પર બંધ બાંધી પાણીના સંગ્રહ કરવા માટે સફળતા મેળવી હતી.

ઉપરાંત સિંચાઇ વિભાગ દ્વારા લાખોના ખર્ચે સમગ્ર ડાંગમાં બંધ બનાવવામાં આવે છે. પરંતુ તે બંધનો પણ ચોમાસામાં અડધો ભાગ ધોવાઈ જતા આંબાપાડાના ગ્રામજનોએ સહભાગી બની ઉનાળાની ઋતુના આગમને ખેડૂતો સહિત ઢોર-ઢાકરને પાણીના કકળાટમાંથી મુક્તિ મળે તે હેતુથી અંબિકા નદી પર બંધ બંધવામાં આવ્યો છે. આ બંધ દ્વારા ઉનાળાની સિઝનમાં ગ્રામજનોને પીવાના પાણી સહિત ખેતી માટે જરૂરિયાત પ્રમાણમાં પાણી મળી રહેશે.

Similar News