દેવભૂમિ દ્વારકા: બોટમાલિકોની હડતાળમાં છકડા રીક્ષા ચાલકોની પણ કફોડી હાલત, જુઓ શું છે મુશ્કેલી

Update: 2021-01-18 12:38 GMT

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરના બોટ માલિકોએ ફિશિંગ બંધ કરી છેલ્લા 5 દિવસથી હડતાળ પર ઉતર્યા છે જેના કારણે રિક્ષા ચાલકો પણ આર્થિક મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે ત્યારે છકડો રિક્ષા એશો.દ્વારા સરકારને રજૂઆત કરી સમગ્ર મામલે નિરાકરણની માંગ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરના બોટ માલિકોએ છેલ્લા પાંચ દિવસથી ફિશિંગ બંધ કરી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. વર્ષ 2010 બાદ માછીમારો ને ફિશરીઝ વિભાગ દ્વારા ફેર નોંધ ન લેતા.

પોલીસ અને એસઓજી દ્વારા તપાસમાં મેપ સાઈઝમાં ફેરફાર થયો હોવાના કારણે બોટને શીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેનાથી બોટ માલિકો નારાજ છે અને તેઓ વિરોધ નોધાવી રહ્યા છે.બોટ માલિકોની હડતાળના કારણે છકડો રિક્ષા ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. રોજનું કમાઈને રોજ ખાતા રિક્ષા ચાલકોની પણ રોજગારી છીનવાઈ છે અને ફિશિંગ બંધ હોવાના કારણે તેઓને પણ કમાણી નથી થતી ત્યારે છકડો રિક્ષા એશો.દ્વારા સરકારને રજૂઆત કરી બોટ માલિકોની માંગનો સ્વિકાર કરી તેઓને પણ રોજગારી પૂરી પાડવામાં આવે માંગ કરવામાં આવી છે.

Tags:    

Similar News