ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમ્યાન આગ,પૂજારી સહિત 13 લોકો દાઝ્યા

Update: 2024-03-25 03:18 GMT

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી હતી. જેમાં પૂજારી સહિત 13 લોકો દાઝી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આરતી દરમિયાન ગુલાલ ઉડાવવાને કારણે આગ લાગી હતી. ઘટના સમયે મંદિરમાં હજારો ભક્તો મહાકાલ સાથે હોળીની ઉજવણી કરી રહ્યા હતા.ઘાયલ સેવકે જણાવ્યું કે પાછળથી આરતી કરી રહેલા પૂજારી સંજીવ પર કોઈએ ગુલાલ ઉડાવ્યો હતો. ગુલાલ દીવા પર પડ્યો.

ગુલાલમાં કોઈ કેમિકલ હોવાના કારણે આગ લાગી હોવાનો અંદાજ છે.ગર્ભગૃહમાં ચાંદીના અસ્તરને રંગથી બચાવવા માટે ફ્લેક્સ લગાવવામાં આવ્યા હતા. જેના કારણે પણ આગ લાગી હતી. કેટલાક લોકોએ અગ્નિશામક સાધનો વડે આગને કાબુમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં આરતી કરી રહેલા સંજીવ પૂજારી, વિકાસ, મનોજ, સેવાધારી આનંદ, કમલ જોષી સહિત ગર્ભગૃહમાં હાજર 13 લોકો દાઝી ગયા હતા.ઉજ્જૈનના કલેક્ટર નીરજ સિંહે કહ્યું કે ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. કેટલાક ઘાયલોને ઉજ્જૈનની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાકને ઈન્દોર રેફર કરવામાં આવી રહ્યા છે.

Tags:    

Similar News