અમદાવાદ : અસંખ્ય એડમિશન આપી મોટા પ્રમાણમાં સિલ્વર ઑક યુનિવર્સિટીએ ટ્રાન્ઝેક્શન કર્યું હોવાની ફરિયાદ..!

અમદાવાદમાં આવકવેરા વિભાગે ફરી એકવાર શિક્ષણ સંસ્થા પર દરોડા પાડી મેગા ઓપરેશન હાથ ધર્યું છે.

Update: 2022-09-07 12:14 GMT

અમદાવાદમાં આવકવેરા વિભાગે ફરી એકવાર શિક્ષણ સંસ્થા પર દરોડા પાડી મેગા ઓપરેશન હાથ ધર્યું છે. વહેલી સવારથી સિલ્વર ઑક યુનિવર્સિટીમાં ચાલુ વર્ગમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢીને રજા આપી દેવામાં આવી હતી. ITના દરોડા દરમ્યાન યુનિવર્સિટીના અન્ય કર્મચારીઓને પણ રજા આપી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ શહેરના એસજી હાઇવે પર આવેલી સિલ્વર ઓક યુનિવર્સિટીમાં સવારે આઇટીની ટીમે પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કોલેજ યુનિવર્સિટીની માન્યતા મળ્યા બાદ મોટાપાયે કૌભાંડ થયું હોવાની આવકવેરા વિભાગને શંકા છે, ત્યારે યુનિવર્સિટીની માન્યતા મળ્યા બાદ નવા કોર્સ શરૂ કરીને અસંખ્ય એડમિશન આપ્યા હોવાનું અને કોલેજમાં મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થયા હોવાનું આવકવેરા વિભાગના ધ્યાને આવતા ITની ટીમ કેમ્પસમાં પહોંચી છે, અને અત્યારે પણ ઓપરેશન યથાવત છે, જે મોડી રાત સુધી ચાલે તેવી શક્યતા છે. આગામી 24મી સપ્ટેમ્બરે સિલ્વર ઓક યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ છે. જોકે, સમારોહ પહેલાં જ આવકવેરા વિભાગના દરોડા પડતા આ યુનિવર્સિટી ચર્ચાનો વિષય બની છે. ઉપરાંત આ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિતના લોકોની ઉપસ્થિતિ રહેવાની ચર્ચા પણ ચાલી રહી છે.

Tags:    

Similar News