અમદાવાદ : 10મા માળેથી નવજાત બાળકને નીચે ફેંકી હત્યા કરાતા ચકચાર, CCTVના આધારે પોલીસ તપાસ શરૂ

Update: 2023-04-19 11:37 GMT

ચાંદખેડામાં સર્જાય ચકચાર મચાવે તેવી ઘટના

10મા માળેથી નવજાત બાળકને નીચે ફેંકી હત્યા

CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદ શહેરમાં રુંવાડા ઉભી કરી દે તેવી ઘટના સામે આવી છે. ચાંદખેડા વિસ્તારમાં એપાર્ટમેન્ટના 10મા માળેથી નવજાત બાળકને નીચે ફેંકી તેની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે, ત્યારે હાલ તો પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં હચમચાવી નાખે એવો બનાવ બન્યો છે. આ એપાર્ટમેન્ટના 10મા માળેથી નવજાત બાળકને નીચે ફેંકી તેની હત્યા કરવામાં આવી છે. આ અંગેની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્કાય વોક એપાર્ટમેન્ટ ખાતે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વિગતવાર તપાસ શરૂ કરી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સોસાયટીમાં કેટલાક શંકાસ્પદ લોકોનો DNA ટેસ્ટ કરાવવામાં આવી શકે છે. જેથી ખ્યાલ આવે કે, નવજાત બાળક કોનું છે

જોકે, ચાંદખેડા વિસ્તારના સ્કાય વોક એપાર્ટમેન્ટમાં વહેલી સવારે 8 વાગ્યાના અરસામાં વોચમેને 2 બ્લોકની વચ્ચે નવજાત બાળકના મૃતદેહને જોતાં સોસાયટીના ચેરમેન સહિત સેક્રેટરીને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ દોડી આવેલા સોસાયટીના રહીશોએ બાળકના મૃતદેહને જોતાં સ્તબ્ધ થઈ ગયા હતા. લોકોનું કહેવું છે કે, આ બાળક કોનું છે અને કોણ મુકી ગયું તે હજુ સુધી જાણી શકાયું નથી, ત્યારે હાલ તો પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

Tags:    

Similar News