અમદાવાદ: ઈદે મિલાદના પર્વ નિમિત્તે ઝૂલૂસ નિકળ્યું, જગન્નાથ મંદિરના મહંત પણ જોડાયા

અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઈદે મિલાદના પર્વ નિમિત્તે ઝૂલૂસ નીકળ્યા હતા જેમાં નિયમોને આધીન મર્યાદિત સંખ્યામાં લોકો ભેગા થયા હતા

Update: 2021-10-19 09:37 GMT

ઘણા સમયથી કોરોનાના કારણે ગુજરાતના લોકો પોતાના મનપસંદ ધાર્મિક તહેવાર ઉજવી શક્યા ન હતા. નવલા નોરતામાં મળેલી છૂટછાટ બાદ હવે સરકારે ઇદ એ મિલાદ જુલૂસ કાઢવામાં પરમિશન આપતા આજે અમદાવાદ શહેરમાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદે મિલાદની ઉજવણી કરી હતી અને શાંતિપૂર્વક વાતાવરણમાં જુલુસ નીકળ્યું હતું..

છેલ્લા 2 વર્ષથી તહેવારની ઉજવણી પર પાબંદી હતી પણ નવરાત્રીમાં છૂટછાટ બાદ આજે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઈદે મિલાદના પર્વ નિમિત્તે ઝૂલૂસ નીકળ્યા હતા જેમાં નિયમોને આધીન મર્યાદિત સંખ્યામાં લોકો ભેગા થયા હતા આ ઝૂલૂસમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે પણ હાજર રહી કોમી એકતાનો સંદેશ આપ્યો હતો.આજના દિવસે મહમદ પયગંબરનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે. ઝૂલૂસમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા તો અમદાવાદ એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ ડિપ્લોય કરવામાં આવી હતી

Tags:    

Similar News