ભરુચ : ગુજરાતનો પહેલો ગ્રે વોટર ટ્રીટમેન્ટ પાયલોટ પ્રોજેકટ ભરૂચમાં, 700 કિલો લીટર પ્રતિ દિન મેળવાતું શુદ્ધ પાણી....

Update: 2023-07-16 10:00 GMT

ભરૂચમાં કાર્યરત પહેલો ગ્રે વોટર ટ્રીટમેન્ટ પાયલોટ પ્રોજેકટ

ગંદા પાણીને શુધ્ધ કરી 700 કિલો લીટર પ્રતિ દિન મેળવાતું શુદ્ધ પાણી

અન્ય જીલ્લાઓ તથા ગ્રામિણ વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ

ભરૂચ જિલ્લાના શુક્લતીર્થ ગમે ગુજરાતનો પહેલો ગ્રે વોટર ટ્રીટમેન્ટ પાયલોટ પ્રોજેકટ કાર્યરત કરવામાં આવ્યો, જે ગંદા પાણીને શુદ્ધ કરી પ્રતિ દિન 700 કિલો લીટર શુદ્ધ પાણી આપે છે.

રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં રોજિંદા વપરાશથી ઉત્પન્ન થતા ગંદા પાણીના નિકાલની સમસ્યા દૂર કરવા માટે રાજ્ય સરકારના ગુજરાત પાણી અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કર્યો હતો. ગંદા પાણીના શુદ્ધિકરણ થકી જળ સંરક્ષણ કરવા માટેનો આ મહત્વપૂર્ણ પ્લાન્ટ ભરૂચના શુક્લતીર્થ ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત કરવામાં આવ્યો હતો. જેના થકી આજે ગંદા પાણીને ચોખ્ખું બનાવી બિનઉપયોગી પાણીને ઉપયોગી બનાવવામાં સફળતા મળી છે. આ પાયલોટ પ્રોજેક્ટ અન્ય જીલ્લાઓ તથા ગ્રામિણ વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ બન્યો છે. જે ગ્રામિણ સ્તરે રોજિંદા વપરાશ બાદ એકત્રિત થતા ગંદા પાણીના નિકાલ માટે મદદરૂપ સાબિત થશે. વર્ષ 2022 માં શુકલતીર્થ ગામમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે 700 KLD ક્ષમતા ધરાવતા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 1.97 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો.

Tags:    

Similar News