નવમા નોરતે માં સિદ્ધિદાત્રીની કરો પુજા, જાણો માતાજીની પુજા વિધિ અને માં ને ધરવામાં આવતા ભોગ વિષે

Update: 2023-10-23 05:09 GMT

નવરાત્રિમાં નવ દિવસ જગત માતા જગદંબાની આરાધના કરવામાં આવે છે. જેમાં મહાઅષ્ટમી અને મહાનવમીનું વિશેષ મહત્વ છે. મહાનવમીએ નવરાત્રિ પૂર્ણ થઈ જશે. છેલ્લા દિવસે માતા દુર્ગાના નવમાં રૂપ સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. મા સિદ્ધિદાત્રી ભક્તોની ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને ભક્તોને યશ, શક્તિ અને સંપત્તિ આપે છે. શાસ્ત્રોમાં માં સિદ્ધિદાત્રીને સિદ્ધિ અને મોક્ષની દેવી માનવામાં આવી છે. માં સિદ્ધિદાત્રીના સ્વરૂપ ભવ્ય છે. તેમના ચાર હાથ છે. માતાના હાથમાં શંખ, ગદા, કમળનું ફૂલ અને ચક્ર છે. માં સિદ્ધિદાત્રીને માતા સરસ્વતીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. મહાનવમીએ બાળાઓની પૂજા પણ કરવામાં આવે છે. માન્યતાઓ મુજબ, નવમીના દિવસે કન્યા પૂજન કરવાથી ભક્તને શુભ ફળ મળે છે.

સિદ્ધિદાત્રી માતાની પૂજા વિધિ

સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરો. માતાજીની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો. સ્નાન કર્યા પછી માતાજીને ફૂલો અર્પણ કરો. સાથે જ માતાજી પર રોલી કુમકુમ લગાવો. માતાજીને મીઠાઈ અને પાંચ પ્રકારના ફળ ચઢાવો. બને તેટલું વધુ સ્કંદમાતાનું ધ્યાન ધરવું. ત્યાર બાદ માતાજીની આરતી જરૂર કરો. સિદ્ધિદાત્રી માતાની પૂજા દરમિયાન બેંગન રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરવી॰

સિદ્ધિદાત્રી માતાજીનો ભોગ

નવરાત્રિના છેલ્લા દિવસે એટલે કે નવમી તિથિએ દેવી સિદ્ધિદાત્રીને દાડમ અને તલ ચઢાવવામાં આવે છે. આ સાથે ચણા અને શિરાનો પણ ભોગ ચઢાવવામાં આવે છે.

Tags:    

Similar News