પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું 75 વર્ષની વયે થયું અવસાન, પુત્રી સુભાષિની યાદવે ટ્વીટ કરી આપી માહિતી

Update: 2023-01-13 03:36 GMT

પીઢ નેતા શરદ યાદવનું ગુરુવારે 75 વર્ષની વયે અવસાન થયું. તેમની પુત્રી સુભાષિની યાદવે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેણે લખ્યું, 'પાપા હવે નથી રહ્યા.' યાદવ બિહારની મધેપુરા સીટથી ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે.

જેડીયુના પૂર્વ પ્રમુખ શરદ યાદવનું નિધન થયું છે. તેમની પુત્રીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. શરદ યાદવે 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. બિહારની રાજનીતિમાં એક અલગ ઓળખ ધરાવતા શરદ યાદવની વિદાયથી સૌ કોઈ શોકમાં ગરકાવ થઈ ગયા છે. તેમની સમાજવાદી રાજનીતિએ તેમને લોકોમાં લોકપ્રિય બનાવ્યા હતા. પરંતુ હવે એ મહાન નેતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.

તેમણે વર્ષ 2016માં જેડીયુમાંથી રાજીનામું આપ્યા બાદ પોતાની નવી પાર્ટી બનાવી. આ પછી તેમણે આ પાર્ટીને રાષ્ટ્રીય જનતા દળમાં ભેળવી દીધી. તેમની પુત્રી સુભાષિની કોંગ્રેસમાં છે.

Tags:    

Similar News