જામનગર : શ્રાવણ સોમવાર નિમિત્તે બ્રહ્મ દેવ સમાજ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાયો

શ્રાવણ માસમાં ભક્તો ભોળાનાથને ભજવવા અનેકવિધ કાર્યક્રમો કરી રહ્યા છે

Update: 2021-08-23 11:34 GMT

શ્રાવણ માસમાં ભક્તો ભોળાનાથને ભજવવા અનેકવિધ કાર્યક્રમો કરી રહ્યા છે, ત્યારે જામનગરમાં બ્રહ્મ દેવ સમાજ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં કાલાવડ હાઈવે પર આવેલા તપોવન વૃદ્ધ આશ્રમમાં બ્રહ્મદેવ સમાજ દ્વારા શ્રાવણના સોમવારે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના મિલન શુક્લ, નરેન્દ્ર ત્રિવેદી, પૂર્વમંત્રી પ્રોફેસર વસુ ત્રિવેદી, કોર્પોરેટર ડિમ્પલ રાવલ સહિતના આમંત્રિતો હાજર રહ્યા હતા.

આ તકે સમાજ દ્વારા સકારાત્મક કાર્યો કરી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા સંકલ્પ કરવામાં આવ્યો હતો. લઘુરુદ્ર હવનમાં 11 પ્રકારની રુદ્રી અને 11 પ્રકારના રુદ્ર થાય, ત્યારે એક અતિ રુદ્ર થાય છે. શ્રવણ માસમાં સોમવાર ભગવાન શિવનો વાર કહેવાય છે, ત્યારે લઘુરિદ્રી કરવાનું ખૂબ મહત્વ હોય છે. ઉતમ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે. રુદ્ર સ્વરૂપ શિવ સમગ્ર જીવનું કલ્યાણ કરે તે માટે લગુરુદ્રી કરવામાં આવે છે. લઘુરુદ્રી કરવાથી જ્ન્મના પાપ અને શરીરના કષ્ટો દૂર થાય છે.

Tags:    

Similar News