ભગવાન શ્રી કૃષ્ણને પ્રસાદમાં ધરાવો પાઈનેપલની બરફી, જાણો તેને ઘરે બનાવવાની રીત.....

લોકો પાઈનેપલનું સેવન સલાડ અને જ્યુસમાં કરતાં હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે પાઈનેપલની બરફી પણ ખૂબ જ સરસ બને છે

Update: 2023-09-03 12:02 GMT

સાતમ આઠમ હવે નજીકમાં જ છે ત્યારે આઠમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને ભોજનમાં આ મીઠાઇ ધરાવો તો ખોટું નથી. પાઈનેપલ એક રસાળ ફળ છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, ફૉસ્ફરસ, કેલ્સિયમ , વિટામિન એ, વિટામિન સી, ભરપૂર પ્રમાણમા હોય છે. સામાન્ય રીતે લોકો પાઈનેપલનું સેવન સલાડ અને જ્યુસમાં કરતાં હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે પાઈનેપલની બરફી પણ ખૂબ જ સરસ બને છે. તેનાથી મોઢામાં મીઠાસ ઓગળી જાય છે. આવો જોઈએ આ સ્વીટ ડિશ ઘરે કેવી રીતે બનાવવી.

પાઈનેપલની બરફી બનાવવાની સામગ્રી

§ 1 કપ અનાનસના ટુકડા

§ 1/2 કપ છીણેલું નારિયેળ

§ 2 ચમચી ઘી

§ 1 કપ ખાંડ

§ 1/2 કપ કસ્ટર્ડ પાવડર

પાઈનેપલની બરફી બનાવવાની રીત:-

§ સૌ પ્રથમ એક પેનમાં 1 કપ ખાંડ અને દોઢ કપ પાણી નાખો.

§ ખાંડ પૂરી રીતે ઓગળી જાય અને મિશ્રણ થોડું ગરમ થઈ જાય પછી ગેસ બંધ કરી દો.

§ ધ્યાનમાં રાખો કે તમારે ચાસણી બનાવવાની નથી, માત્ર ખાંડને પાણીમાં સારી રીતે ઓગાળી લો.

§ આ પછી એક મિક્સર જારમાં છીણેલું નારિયેળ અને પાઈનેપલના ટુકડા નાખો.

§ પછી બંનેને સારી રીતે પીસીને સ્મૂધ મિશ્રણ બનાવી લો.

§ આ પછી, સ્ટ્રેનરની મદદથી મિશ્રણને સારી રીતે ગાળી લો અને તેનો રસ કાઢો.

§ પછી રસમાં કસ્ટર્ડ પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

§ ત્યારબાદ તેમાં ગરમ ખાંડનું મિશ્રણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

§ આ મિશ્રણને એક પેનમાં રેડો અને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહી મધ્યમ તાપ પર રાંધો.

§ આ પછી, તેમાં 2 ચમચી ઘી ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.

§ પછી જ્યારે આ મિશ્રણ બફાઈ જાય અને ઘટ્ટ થવા લાગે તો ગેસ બંધ કરી દો.

§ આ પછી, એક પ્લેટ લો અને તેને ઘી સાથે સારી રીતે ગ્રીસ કરો.

§ પછી તરત જ તેમાં તૈયાર કરેલું મિશ્રણ રેડી દો અને તેને સરખી રીતે ફેલાવો.

§ આ પછી, તેને ઓછામાં ઓછા 1 કલાક માટે ફ્રીઝમાં રાખો.

§ તૈયાર છે ટેસ્ટી પાઈનેપલ બરફી. હવે તેને મનપસંદ આકારમાં કાપી લો.  

Tags:    

Similar News