Rain Forecast: હવામાન વિભાગે કેટલાક રાજયોમાં ભારે વરસાદની કરી આગાહી

Update: 2023-08-19 03:35 GMT

આજથી દેશના ઘણા ભાગોમાં વરસાદની શરૂઆત થઈ છે. શુક્રવારે રાત્રે ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે કેટલાક રાજયોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

દેશમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. શનિવારે (19 ઓગસ્ટ) દિલ્હી-NCR સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. આ વરસાદ બાદ લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી રાજ્યોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે.

દરમિયાન, હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે 19-20 ઓગસ્ટના રોજ પૂર્વ અને મધ્ય ભારતમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય 20 ઓગસ્ટથી ઉત્તરપૂર્વ ભારતમાં પણ વરસાદનો અનુમાન છે. આ સિવાય ઓગસ્ટના અંત સુધી હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં મોનસૂન એક્ટિવ રહે તેવો અનુમાન વ્યક્ત કર્યો છે.

Tags:    

Similar News