VNSGU ભણાવશે શ્રીરામ જન્મભૂમિનો ઈતિહાસ, આટલી છે ફી..!

નવનિર્મિત મંદિર સહિતની બાબતોનો કોર્ષમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 30 કલાકનો સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરાશે

Update: 2024-01-24 15:04 GMT

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શ્રી રામ જન્મભૂમિનો ઈતિહાસ જાણવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે કોર્ષ શરૂ કરવા મંજૂરી અપાઈ છે. આ સર્ટીફિકેટ કોર્ષમાં ભગવાન શ્રી રામ અને અયોધ્યાને લગતા મુદ્દાઓને આવરી લેવાશે. રામ જન્મભૂમિ માટે થયેલા વિવાદ, સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો પણ સમાવેશ થાય છે. નવનિર્મિત મંદિર સહિતની બાબતોનો કોર્ષમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 30 કલાકનો સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરાશે કોર્ષનો વધુમાં વધુ વિદ્યાર્થીઓને લાભ મળે તેવા હેતુથી ફી રૂા. 1100 રાખવામાં આવી છે. જર્મન, સ્પેનિસ, ફ્રેન્ચ અને રશિયન ભાષાના સર્ટિફિકેટ કોર્ષની રૂપિયા 10, 000 ફી જાહેર કરવામાં આવી છે. 

ભગવાન શ્રી રામના 10 હજાર વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં એમના જન્મથી લઈને ત્યાર બાદ મંદિરની સ્થાપના, એને તોડવું અને છેલ્લે વડાપ્રધાનનાં નેતૃત્વમાં 22 મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આજ સુધીનો તમામ ઈતિહાસ આ સર્ટીફીકેટ કોર્ષની અંદર શીખવવામાં આવશે, આ સર્ટીફીકેટ કોર્ષની અંદર 12 વર્ષની ઉપરનો કોઈ પણ વ્યક્તિ આ કોર્ષ કરી શકે છે

Tags:    

Similar News