શરદ પૂનમ પર કરો દેવી લક્ષ્મીનું પૂજન

શરદ પૂર્ણિમાને કૌમુદી ઉત્સવ, કુમાર ઉત્સવ, શરદોત્સવ, રાસપૂર્ણિમા, કોજાગરી પૂર્ણિમા અને કમલા પૂર્ણિમા વગેરે તરીકે પણ ઓળખવામાં આવે છે.

Update: 2021-10-18 13:50 GMT

હિંદુ ધર્મમાં પૂનમની તમામ તારીખોમાં શરદ પૂનમ નું વિશેષ સ્થાન છે. શરદ પૂર્ણિમાને કૌમુદી ઉત્સવ, કુમાર ઉત્સવ, શરદોત્સવ, રાસપૂર્ણિમા, કોજાગરી પૂર્ણિમા અને કમલા પૂર્ણિમા વગેરે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે પાનખરનું આગમન થાય છે. ચંદ્ર તેના સંપૂર્ણ તબક્કામાં આ રાત્રે અમૃત વરસાવે છે. તેમજ આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર પધારે છે. એટલે શરદ પૂનમએ માઁ લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમા 19 ઓક્ટોબર મંગળવારે ઉજવાશે અને 20 તારીખે પણ ઉજવાશે.

શરદ પૂનમની પૂજાની રીત :-

અશ્વિન મહિનાની પૂનમના દિવસે શરદ પૂર્ણિમાની પૂજા કરવામાં આવે છે. ખાસ કરીને શરદ પૂનમ પર ચંદ્ર અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાન કરી ઉપવાસનું વ્રત લેવું. આખો દિવસ ઉપવાસ કર્યા પછી, ચંદ્ર ઉદય દરમિયાન પૂજા કરવામાં આવે છે. સૌથી પહેલા એક બાજઠ પર લાલ રંગનું આસન બિછાવીને માઁ લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. માઁ લક્ષ્મીને ધૂપ, દીવો, ગંગાજળ અર્પણ કરીને તેની પૂજા કરવામાં આવે છે. આ પછી, તેમને લાલ કે ગુલાબી રંગના ફૂલો, કપડાં, નૈવેદ્ય વગેરે અર્પણ કરો અને વ્રત કથા અને માઁ લક્ષ્મીના મંત્રોનો જાપ કરવા જોઈએ. દેવી લક્ષ્મીની સામે શુદ્ધ ઘી અથવા તલના તેલના 11 દીવા પ્રગટાવો અને રાત્રિ જાગરણ કરો. શરદ પૂનમ એ ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને ખીર આપવામાં આવે છે. રાતના ચંદ્રના પ્રકાશમાં રાખેલ ખીર સવારે પ્રસાદ તરીકે લો. તે આરોગ્ય અને સુખ અને સમૃદ્ધિ આપે છે.

1-ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मी नम:।।

2- ॐ श्रीं ल्कीं महालक्ष्मी महालक्ष्मी एह्येहि सर्व सौभाग्यं देहि मे स्वाहा।।

3- ॐ ह्रीं श्री क्रीं क्लीं श्री लक्ष्मी मम गृहे धन पूरये, धन पूरये, चिंताएं दूरये-दूरये स्वाहा:।

Tags:    

Similar News