ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર, જાણો એક ક્લિકમાં વેકેશનથી માંડી 2024ના પ્રથમ સત્રથીની તમામ ડિટેલ્સ

નવા શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે પાંચ જૂનથી શાળાઓનું પ્રથમ સત્ર શરૂ થશે તેમજ દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે

Update: 2023-05-02 16:32 GMT

શિક્ષણ વિભાગ દ્વારા નવા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં પૂરક પરીક્ષા પ્રિલિમ પરીક્ષા તેમજ વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. 9 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દિવાળી વેકેશન રહેશે નવા શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે પાંચ જૂનથી શાળાઓનું પ્રથમ સત્ર શરૂ થશે તેમજ દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે. 9 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દિવાળી વેકેશન રહેશે. તેમજ સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં 19 રજાઓ મળવા પાત્ર રહેશે. 11 માર્ચ 2024થી 28 માર્ચ 2024 સુધી બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. 8 એપ્રિલ 2024થી શાળાકીય પરીક્ષા યોજવામાં આવશે. તેમજ 6 મે 2024થી 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે.

Tags:    

Similar News