સાબરકાંઠા જિલ્લાના ધોરણ ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓમાં 'કહી ખુશી કહી ગમ'

સરપ્રતાપ હાઈસ્કૂલમાં ધોરણ ૧૦ અને ૧૨ નું પરિણામ શ્રેષ્ઠ આવતા શાળાના ટ્રસ્ટી આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ખુશી જોવા મળી

Update: 2022-06-06 11:19 GMT

શિક્ષણએ બાળકોના જીવનનો મુખ્ય પાયો ગણવામાં આવે છે વાલીઓ બાળકનો શિક્ષણનો પાયો મજબૂત બનાવવા માટે અનેક પ્રયાસો કરતા હોય છે ત્યારે બાળકને સારું શિક્ષણ અપાવવા માટે વાલી દીવસ રાત એક કરીને શાળાની ફી ભરતા હોય છે અને બાળક સારા માર્કસ મેળવી આગળ વધે તેવા અથાક પ્રયત્નો પણ કરતા હોય છે ત્યારે શનીવારનાં રોજ ધોરણ ૧૨ નું પરિણામ અને સોમવારના રોજ વહેલી સવારથી ધોરણ ૧૦ નું પરિણામ ઓનલાઈન વેબસાઈટ ઉપર મૂકાતા કહી ખુશી કહી ગમ જેવા દ્રશ્યો સર્જાયા હતા.

શાળામાં સારા માર્કસ અને ટકાવારીથી પાસ થનારા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને શાળા પરિવારે શાળા ખાતે બોલાવી શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે ઈડર શહેર ખાતે વર્ષો જૂની ચાલતી ઈડર વિદ્યોતેજક સમિતિ દ્વારા સંચાલિત સરપ્રતાપ હાઈસ્કૂલમાં ધોરણ ૧૦ અને ૧૨ નું પરિણામ શ્રેષ્ઠ આવતા શાળાના ટ્રસ્ટી આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ખુશી જોવા મળી હતી.ઓનલાઈન શિક્ષણ વચ્ચે સરપ્રતાપ હાઇસ્કૂલના સારા પરિણામોથી સંસ્થાઓ સહિત શિક્ષકોમાં ખુશી જોવા મળી હતી.

Tags:    

Similar News