UGC NET Exam 2024 : UGC NET પરીક્ષાની નવી તારીખ કરાઇ જાહેર

Update: 2024-04-29 15:44 GMT

આ વર્ષે યોજાનારી UGC NET પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે. આ પરીક્ષા હવે 18 જૂને લેવામાં આવશે. જેની માહિતી યુજીસીના ચેરમેન એમ. જગદીશ કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આપી છે.

વાસ્તવમાં UPSC પ્રિલિમ્સ સાથે આ પરીક્ષાના ટકરાવના કારમે પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે. યુજીસી નેટ પરીક્ષા દેશભરની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં જૂનિયર રિસર્ચ ફેલોશિપ અને આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ પર નિમણૂક માટે લેવામાં આવે છે. આ ઉપરાંત ઉમેદવારોને આ પરીક્ષા દ્વારા પીએચડીમાં પણ પ્રવેશ મળશે.

નોંધનીય છે કે જૂન સત્ર માટે યુજીસી નેટની પરીક્ષા 16 જૂને યોજાવાની હતી. પરંતુ હવે તે 18 જૂન 2024ના રોજ યોજાશે. યુજીસી નેટ પરીક્ષા માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પરીક્ષા માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો અધિકૃત સાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ માટે તેમણે ઓફિશિયલ સાઈટ ugcnet.nta.ac.in પર જવું પડશે. પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10મી મે 2024 સુધી લંબાવવામાં આવી છે.

Tags:    

Similar News