'બ્રહ્માસ્ત્ર'માંથી અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક સામે આવ્યો, આ દિવસે રિલીઝ થશે ફિલ્મનું ટ્રેલર

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Update: 2022-06-09 09:56 GMT

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રણવીર અને આલિયા બાદ હવે ધર્મા પ્રોડક્શને અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે.

બિગ બીના આ અવતારને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ધર્મા પ્રોડક્શન્સ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા પોસ્ટરમાં અભિનેતા સફેદ દાઢી અને વાળ સાથે જોવા મળે છે. પોસ્ટરમાં, અભિનેતાના ચહેરા પર બે ઉઝરડા છે, જેમાંથી લોહી નીકળી રહ્યું છે. તેના હાથમાં તલવાર પણ છે જે તેણે ધારદાર જગ્યાએથી પકડી રાખી છે.

Tags:    

Similar News