બોલિવૂડ એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાને 56 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા,ભાઈ સલમાન ખાને પણ આપી હાજરી

Update: 2023-12-25 05:18 GMT

બોલિવૂડ એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાને 56 વર્ષની ઉંમરે મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે બીજી વાર લગ્ન કર્યા છે. બંનેના લગ્ન રવિવારે મોડી સાંજે અરબાઝની બહેન અર્પિતા ખાનના ઘરે થયા હતા. મોડી રાત્રે અરબાઝે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પત્ની શૂરા સાથેનો ફોટો શેર કર્યો હતો.

આ શેર કરતાં અરબાઝે લખ્યું- 'અમારા પ્રિયજનોની હાજરીમાં, અમે પ્રેમ અને એકતાની શાશ્વતતાની શરૂઆત કરીએ છીએ. અમારા આ ખાસ દિવસે અમને તમારા બધાનાં આશીર્વાદ અને શુભેચ્છાઓની જરૂર છે. મોડી સાંજે રવિના ટંડને એક થ્રોબેક વીડિયો શેર કર્યો. જેમાં તે અરબાઝ ખાન સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ શેર કરતાં રવિનાએ લખ્યું, 'અભિનંદન, અભિનંદન, અભિનંદન... મારા પ્રિય શુરા ખાન અને અરબાઝ ખાન. બંને માટે ખૂબ જ ખુશ છે. પાર્ટી તો અભી શુરુ હુઈ હૈ. મિસિસ એન્ડ મિસ્ટર શૂરા અરબાઝ ખાન. અત્રે ઉલ્લેખનીય છે કે અરબાઝની દુલ્હન શૂરા રવિનાની મેકઅપ આર્ટિસ્ટ છે.

Tags:    

Similar News