કોમેડિયન મુનવ્વર ફારુકીનો દિલ્હીનો શો રદ્દ, સાંપ્રદાયિક સોહાર્દ બગાડવાની આશંકા..!

દિલ્હી પોલીસ લાયસન્સ યુનિટે મુનવ્વર ફારુકીની રિક્વેસ્ટને ફગાવી દીધી છે. કોમેડિયને દિલ્હીમાં પરફોર્મ કરવા માટે પરમિશન માંગી હતી.

Update: 2022-08-27 07:21 GMT

દિલ્હી પોલીસ લાયસન્સ યુનિટે મુનવ્વર ફારુકીની રિક્વેસ્ટને ફગાવી દીધી છે. કોમેડિયને દિલ્હીમાં પરફોર્મ કરવા માટે પરમિશન માંગી હતી. તેનો શો તા. 28 ઓગસ્ટ 2022ના રોજ દિલ્હીના સિવિક સેન્ટરમાં થવાનો હતો.

આ અગાઉ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસે યુનિટને રિપોર્ટ સોંપતા કહ્યું હતું કે, મુનવ્વરના શોથી 'વિસ્તારમાં સાંપ્રદાયિક સૌહાર્દ પર અસર પડશે.' વિશ્વ હિન્દુ પરિષદે દિલ્હી પોલીસને પત્ર લખીને મુનવ્વરનો શો રદ્દ કરવાની માંગણી કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદે આ પત્રમાં લખ્યું હતું કે, મુનવ્વર ફારુકી નામનો એક કલાકાર દિલ્હીના સિવિક સેન્ટરમાં કેદારનાથ સ્ટેડિયમમાં તા. 28 ઓગસ્ટના રોજ એક શો આયોજિત કરી રહ્યો છે. આ વ્યક્તિ પોતાના શોમાં હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવે છે. જેના કારણે હાલમાં જ ભાગ્ય નગરમાં સાંપ્રદાયિક તનાવ ભડકી ગયો હતો. મારી તમને વિનંતી છે કે, આ શોને તરત રદ્દ કરો. નહીં તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો આ શોનો વિરોધ કરશે, અને પ્રદર્શન કરશે. વર્ષ 2021માં મુનવ્વર ફારુકીની પોતાના શોમાં એક જોકના કારણે ધરપકડ કરાય હતી. ત્યારબાદ તેણે એક મહિના જેટલો સમય જેલમાં પસાર કર્યો હતો. ત્યારથી કોમેડિયન શો કાયદા અને પ્રશાસન માટે પડકાર બની રહ્યા છે. ગત અઠવાડિયે મુનવ્વર ફારુકી બેંગ્લુરૂમાં થનારો શો રદ્દ થયો હતો. જોકે, કોમેડિયન કહ્યું હતું કે, આ તેમની હેલ્થ સમસ્યાના કારણે થયું છે. પરંતુ બેંગ્લુરુનો શો રદ્દ થયાના બીજા દિવસે તેઓ હૈદરાબા

Tags:    

Similar News