ફિલ્મ ક્લકી 2998 ADનું નવુ પોસ્ટર રિલીઝ,બિગ બીનો જોવા મળ્યો નવો અંદાજ

બોલીવુડ પર વર્ષો સુધી જેનું રાજ ચાલ્યુ હોય અને કરોડો જેમના પ્રસંશકો હોય

Update: 2024-04-22 03:51 GMT

બોલીવુડ પર વર્ષો સુધી જેનું રાજ ચાલ્યુ હોય અને કરોડો જેમના પ્રસંશકો હોય તેવા અભિનેતા એટલે અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચને તેના ઇન્સ્ટાગ્રામ પર આગામી ફિલ્મ 'કલ્કી 2898 એડી'ના તેમના દેખાવનું પોસ્ટર ચાહકો માટે શેર કર્યું હતું અને માહિતી આપી હતી કે રવિવારે તેમનું પાત્ર જાહેર કરવામાં આવશે. આ દરમિયાન બિગ બીએ વધુ એક પોસ્ટર રિલીઝ કર્યું છે.ફરી એકવાર અમિતાભ બચ્ચને તેમની ફિલ્મ 'કલ્કી 2898 AD' નું બીજું નવું પોસ્ટર તેમના ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ કર્યું છે, જેમાં તેમની તીક્ષ્ણ આંખો જોવા મળે છે અને તેમનું આખું મોં કપડાથી ઢંકાયેલું જોવા મળે છે.

Tags:    

Similar News