Oscar Awards 2023 : નટુ-નટુએ બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ જીત્યો

એસએસ રાજામૌલીની 'RRR'એ ફરી એકવાર વિશ્વભરમાં ઈતિહાસ રચ્યો છે.

Update: 2023-03-13 04:00 GMT

એસએસ રાજામૌલીની 'RRR'એ ફરી એકવાર વિશ્વભરમાં ઈતિહાસ રચ્યો છે. વિદેશમાં સતત સફળતા મેળવતું આ ગીત હોલીવુડના અન્ય ગીતો સાથે 'ઓસ્કાર એવોર્ડ્સ 2023' માટે નોમિનેટ થયું હતું. નટુ-નટુએ 95મી એકેડેમીમાં ટેલ ઈટ લાઈક અ વુમન, હોલ્ડ માય હેન્ડ ફ્રોમ ટોપ ગન: મેવેરિક, લિફ્ટ માય અપ ફ્રોમ બ્લેક પેન્થર: વાકાન્ડા ફોરેવર, અને ધીસ ઈઝ એ લાઈફ ફ્રોમ એવરીથિંગ, એવરીવ્હેર, ઓલ એટ વન્સ ગીતો રજૂ કર્યા પણ આ ગીતે હોલીવુડના તમામ ગીતોને પછાડી દીધા હતા અને નટુ-નટુએ  બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે.

Tags:    

Similar News