સર્વાઇકલ કેન્સરના નામે મોતના ખોટા સમાચાર ફેલાવતા પૂનમ પાંડે સામે પોલીસ ફરિયાદ..!

પૂનમ પાંડે સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. પહેલા સર્વાઈકલ કેન્સરના નામે મૃત્યુના ખોટા સમાચાર ફેલાવા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Update: 2024-02-04 12:10 GMT

પૂનમ પાંડે સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. પહેલા સર્વાઈકલ કેન્સરના નામે મૃત્યુના ખોટા સમાચાર ફેલાવા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કેસના કારણે, પૂનમ પાંડે ફરી એકવાર હેડલાઇન્સમાં છે.

પૂનમ પાંડેએ ઘણીવાર ધ્યાન આકર્ષિત કરવા માટે કંઈકને કંઈક કર્યું છે, પરંતુ આ વખતે તેણે તમામ હદો વટાવી દીધી છે. જેના કારણે તેની સામે પોલીસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

શુક્રવારે પૂનમ પાંડેના મૃત્યુના સમાચારે સમગ્ર દેશને આઘાતમાં મૂકી દીધો હતો. સર્વાઇકલ કેન્સરને કારણે માત્ર 32 વર્ષની વયે તેમના નિધનના સમાચારે દિવસભર ચર્ચા જગાવી હતી. જ્યારે એક દિવસ બાદ શનિવારે પૂનમ પાંડે અચાનક જીવિત થઈ ગઈ હતી. આ ડ્રામાથી અભિનેત્રી હવે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. ETimes ના અહેવાલ મુજબ, કાશિફ ખાન દેશમુખ નામના વકીલે પૂનમ પાંડે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સાથે અભિનેત્રી-મોડલની મેનેજર નિકિતા શર્મા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની પણ માંગ કરવામાં આવી છે.

Tags:    

Similar News