રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ફેન્સને આપી ક્રિસમસ ગિફ્ટ, દીકરી “રાહા” નો ચહેરો પહેલીવાર બતાવ્યો

Update: 2023-12-25 12:57 GMT

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ગત વર્ષે નવેમ્બરમાં તેમની પુત્રીનું સ્વાગત કર્યું હતું. દીકરીની એક ઝલક જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બંનેએ ઘણીવાર ઘણી ઇવેન્ટ્સમાં તેમની પુત્રી રાહાનો ઉલ્લેખ કર્યો હતો. અભિનેતા રણબીર કપૂર અને અલિયા ભટ્ટે ક્રિસમસના તહેવાર પર ફેન્સ એક ખાસ ગિફ્ટ આપી હતી.

જો કે, આલિયા ભટ્ટે શરૂઆતથી જ કહ્યું હતું કે જ્યારે યોગ્ય સમય આવશે, ત્યારે તે ચોક્કસપણે તેની પુત્રીનો મીડિયા અને દુનિયા સાથે પરિચય કરાવશે. હવે તે સમય ક્રિસમસના અવસર પર આવી ગયો છે, કારણ કે રણબીર અને આલિયાએ આખરે પહેલીવાર તેમની પુત્રીનો ચહેરો બતાવ્યો અને તેમની પુત્રી સાથે પોઝ આપ્યો. આ ખાસ અવસર પર પહેલીવાર જાહેરમાં પુત્રી રાહાનો ચહેરો બતાવ્યો જે ખૂજ ક્યૂટ લાગી રહી છે.

દર વર્ષની જેમ 25 ડિસેમ્બરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પરિવારના ક્રિસમસ બ્રંચ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન, તે બંને પુત્રી રાહા સાથે જોવા મળ્યા હતા, જ્યાં તેઓએ પોતે રાહાનો ચહેરો જાહેર કર્યો હતો તેના ફોટોસ સોશિયલ મીડિયા પર વારયલ થયા છે.

અભિનેતા રણબીર અને આલિયાની દીકરી ક્યૂટ પિંક સ્કર્ટ અને વ્હાઇટ ટોપ સાથે રેડ સૂઝમાં રાહા ખૂબ જ ક્યૂટ દેખાઈ રહી છે, આલિયા પણ પોતાની દીકરી પર પ્રેમ વરસાવવામાં પાછીપાની નથી કરી રહી.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહેલીવાર રાહા સાથે દેખાયા કે તરત જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ કે શું કપૂર પરિવારની નાનકડી દીકરી આખરે મમ્મી કે પપ્પામાંથી કોના જેવી દેખાય છે.

Tags:    

Similar News