રણવીર સિંહના ડિજિટલ ડેબ્યુની ખૂબ ચર્ચા, નેટફિલ્કસના મહત્વકાંક્ષી એકશન રિયાલિટી શોને સાઇન કર્યો

ઘણા સમયથી રણવીર સિંહના ડિજિટલ ડેબ્યુની ખૂબ ચર્ચા થઇ રહી છે, ત્યારે હવે નવા જ સમાચાર સામે આવ્યા છે કે, રણવીર સિંહ નેટફિલ્કસના મહત્વકાંક્ષી એકશન રિયાલિટી શોને સાઇન કર્યો છે.

Update: 2021-06-30 05:30 GMT

ઘણા સમયથી રણવીર સિંહના ડિજિટલ ડેબ્યુની ખૂબ ચર્ચા થઇ રહી છે, ત્યારે હવે નવા જ સમાચાર સામે આવ્યા છે કે, રણવીર સિંહ નેટફિલ્કસના મહત્વકાંક્ષી એકશન રિયાલિટી શોને સાઇન કર્યો છે.

રણવીર સિંહનો આ એક એકશન રિયાલિટી શો હશે, જે રોહિત શેટ્ટીના ખતરોં કે ખિલાડી શો પર આધારિત હશે. પરંતુ તેના કરતા વધુ ભવ્ય અને મોંઘો હશે. આ એકશન રિયાલિટી શોની આગામી સમયમાં સત્તાવાર ઘોષણા કરવામાં આવશે. આ શો માટે રણવીર સિંહે કેટલી ફી લીધી છે, તે વાત હજી ખાનગી રાખવામાં આવી છે. તો સાથે જ આ એકશન રિયાલિટી શોની અન્ય માહિતીઓ પણ ગુપ્ત રાખવામાં આવી છે. આ શો દ્વારા ડિજિટલ ડેબ્યુ કરી રહેલા રણવીર સિંહ દ્વારા શોનું કામ પણ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. જોકે, આવું પ્રથમ વખત બની રહ્યું છે કે, જેમાં કોઇએ લિસ્ટનો સ્ટાર નોન ફિકશન શો સાથે પોતાનું ડિજિટલ ડેબ્યુ કર્યું હોય. રણવીરના એકશન રિયાલિટી શોનું શૂટિંગ સાઇબેરિયામાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા એક ખબર એવી પણ હતી કે, રણવીર એક ક્વિઝ શોને પણ હોસ્ટ કરવાનો છે. તો તેની સામે આ શોના ખતરનાક સ્ટંટ આ પહેલા કદી જોવા ન મળ્યા હોય તેવા હશે. નેટફિલકસનો આ સૌથી મોટો નોન-ફિકશન શો માનવામાં આવે છે.

Tags:    

Similar News