સલમાન ખાનને ફરી મળી મારી નાખવાની ધમકી, કહ્યું 30 એપ્રિલે મારી નાખીશું

અભિનેતા સલમાન ખાનને ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે સલમાનને મારવા માટે તારીખનું પણ એલાન કરવામાં આવ્યું છે.

Update: 2023-04-11 07:29 GMT

અભિનેતા સલમાન ખાનને ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે સલમાનને મારવા માટે તારીખનું પણ એલાન કરવામાં આવ્યું છે. આ વાતની જાણકારી મુંબઈ પોલીસે આપી છે. એક કોલરે પોલીસ કંટ્રોલને કોલ કરીને કહ્યું કે, તે સલમાનને 30 તારીખે મારી નાખશે. ઘમકી આપનારે પોતાની ઓળખ રાજસ્થાન જોધપુરનો રહેવાસી રોકી ભાઈ તરીકે આપી છે. ધમકીમાં કહ્યું કે 30 એપ્રિલના રોજ સલમાન ખાનની હત્યા કરી નાખશે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કોલરને શોધી રહી છે. આ ધમકી એવા સમયે આપવામાં આવી છે જયારે સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મળેલી ધમકી બાદ સલમાને બુલેટ પ્રૂફ કાર પણ ખરીદી છે. આ પહેલા સલમાન ખાનને ગોલ્ડી બરાડ તરફથી ધમકીભર્યો મેલ મળ્યો હતો. બાદ માં જાણવા મળ્યું કે આ મેઈલનું કનેકસન યુકેથી છે. ઈમેલમાં દર્શાવેલ નંબર યુકેનો હતો.

Tags:    

Similar News