“માઁ કી રસોઈ” : ખાણીપીણીની અવનવી વસ્તુઓ બનાવી અંકલેશ્વરની મહિલા પગભર થઈ, GIDC વિસ્તારમાં શરૂ કર્યો સ્ટોલ...

સરકાર દ્વારા મહિલાઓને સ્વરોજગાર આપવા તેમજ આત્મનિર્ભર બનાવવા ઘણી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું છે

Update: 2024-04-15 08:15 GMT

સરકાર દ્વારા મહિલાઓને સ્વરોજગાર આપવા તેમજ આત્મનિર્ભર બનાવવા ઘણી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું છે, ત્યારે હાલ મહિલાઓ દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી છે. તેવામાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં રહેતા મનીષા જગુવાલાએ ખાણીપીણીની અવનવી વસ્તુઓ બનાવી GIDC વિસ્તાર સ્થિત સ્વામિનારાયણ મંદિર નજીક “માઁ કી રસોઈ” સ્ટોલ શરૂ કર્યો છે.

મનીષા જગુવાલા છેલ્લા 1 વર્ષથી ખાણીપીણીની અવનવી વસ્તુઓ બનાવી રહ્યા છે. ગયા વર્ષે તેઓ કેનેડા ગયા હતા, જ્યાં વિવિધ શહેરોમાં વિદેશીઓને પોતાના હાથની બનેલી ખાદ્યસામગ્રીનો ચટાકો કરાવ્યો હતો. એટલું જ નહીં કેનેડામાં પણ તેઓને હોટલ અને રેસ્ટોરન્ટમાંથી રસોઈ બનવવા માટેની ઓફર મળી હતી, ત્યારે તેઓને થયું કે, આ જ વસ્તુ હું ભારતમાં બનાવું, તો આર્થિક રીતે પગભર થઈ શકું છું, જેથી તેઓએ પ્રેરણા લઈ ભારત આવી “માઁ કી રસોઈ” સ્ટોલ શરૂ કર્યો છે.

માત્ર સમોસાથી શરૂઆત કરેલા “માઁ કી રસોઈ” સ્ટોલમાં આજે તેઓ 30થી વધુ ખાણીપીણીની અવનવી વસ્તુઓ બનાવી રહ્યા છે. આ સિદ્ધિ બદલ તેઓએ પતિ, દીકરી અને પરિવાર સહિત માનવંતા ગ્રાકહોના સહકાર બદલ આભાર માન્યો છે.

Tags:    

Similar News