વરસાદનો “વરતારો” : સુરેન્દ્રનગરના સેજકપર ગામે અખાત્રીજના દિવસની અનોખી પરંપરા, જુઓ કેવી રીતે થાય છે વરસાદનું અનુમાન..!

વરસાદનો વરતારો નિહાળવાની અનોખી પરંપરા

Update: 2024-05-10 10:09 GMT

દર વર્ષે હજુ પણ ગુજરાતના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં અક્ષય તૃતીયા એટલે કે, ગામઠી ભાષામાં અખાત્રીજ તરીકેના દિવસે વરસાદનો વરતારો નિહાળવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સેજકપર ગામમાં અખાત્રીજના પવિત્ર દિવસે વરસાદનો વરતારો નિહાળવાની અનોખી પરંપરા આજના આધુનિક યુગમાં પણ યથાવત જોવા મળી છે.

સેજકપર ગામે વર્ષોથી પ્રજાપતિ સમાજ દ્વારા વરસાદનો વરતારો દર્શાવવામાં આવે છે. જેમાં વહેલી સવારથી જ કુંભાર ભગત દ્વારા નવી માટી લાવીને ચાકડા ઉપર 4 નાની મટકી એટલે કે, કુરડી બનાવવામાં આવે છે. જેને 4 માસ અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો નામ આપવામાં આવે છે. જેમાં જે માસની મટકી જેટલી ઝડપી ઓગળી જાય છે, એ માસમાં વરસાદ સારો થતો હોવાની લોકોમાં માન્યતા છે. સેજકપર ગામે રહેતા કુંભાર જેરામ પ્રજાપતિએ જણાવ્યુ હતું કે, દાદા-પરદાદાના સમયથી વરસાદનો વરતારો દર્શાવવા અને નિહાળવાની પરંપરા ચાલી આવી છે. જેને હજુ સુધી જાળવી રાખવામાં આવી છે.

જે ચોક્કસ દાવો ન કરતા ગામલોકોની માન્યતા પર આધાર રાખે છે.

Tags:    

Similar News