પ્રખ્યાત સંગીતકાર શ્રવણ રાઠોડનું કોરોનાને કારણે થયું નિધન

Update: 2021-04-23 06:14 GMT

બોલિવૂડના સંગીતકાર જોડી નદીમ શ્રવણના સંગીતકાર શ્રવણકુમાર રાઠોડનું નિધન થયું છે. તેમને મુંબઈની રહેજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત નાજુક હોવાનું જણાવાયું હતું. 67 વર્ષિય સંગીતકાર શ્રવણ રાઠોડને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્રવણકુમાર રાઠોડના પુત્રએ જણાવ્યું કે તેમના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું. તેમના હ્રદયમાં સમસ્યા હતી અને લોકડાઉનને કારણે તેને પણ ઘણી મુશ્કેલી પડી રહી હતી. તેઓને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા.

શ્રવણ રાઠોડને હદય સંબંધિત ગંભીર સમસ્યા હતી. ડાયાબિટિસ અને કોરોનાએ તેમના સ્વાસ્થ્યને વધુ બગાડી દીધું હતું. તેમના પુત્ર સંજીવને પણ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. કારણ કે તે પણ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા.

શ્રવણના દીકરા સંજીવે કહ્યું કે, “એ વાત સાચી છે કે મારા પિતા હરિદ્વારમાં કુંભ મેળામાં દર્શન માટે ગયા હતા.” નોંધનીય છે કે, શ્રવણ રાઠોડની પત્ની વિમલાદેવી રાઠોડ પણ કુંભમેળામાં તેની સાથે ગયા હતા.

મ્યૂઝિક ડાયરેક્ટર શ્રવણ રાઠોડ 66 વર્ષના હતા. તેમને 2 પુત્રો છે સંજીવ અને દર્શન. 90ના દાયકામાં નદીમ શ્રવણની જોડીએ ખૂબ જાણિતી હતી. તેમને હિટ ફિલ્મોમાં આશિકી, દિલ હૈ કે માનતા નહી, સાજન, પરદેશ, સડક સહિત ઘણી ફિલ્મો સામેલ છે.

1990ના દાયકામાં નદીમ શ્રવણ જોડીનો મ્યુઝિક વર્લ્ડમાં ખૂબ દબદબો હતો. આશિકી ફિલ્મમાં તેના રોમેન્ટિક ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા. બંનેએ સાજન, સાથી, દિવાના, ફૂલ ઔર કાંટે, રાજા, ધડકન, દિલવાલે, રાજ, રાજા હિન્દુસ્તાની, દિલ હૈ કિ માનતા નહીં, સડી જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, જેના ગીતો ખૂબ જ પ્રખ્યાત થયા હતા. બંનેએ સૌ પ્રથમ 1979માં ભોજપુરી ફિલ્મ 'દંગલ' માં પોતાનું સંગીત આપ્યું હતું. પરંતુ નદીમ શ્રવણને ફિલ્મ 'આશિકી' થી ઓળખ મળી.

Similar News