શું તમે પણ તમારા વાળને સુકવવા માટે બ્લો ડ્રાયરનો ઉપયોગ કરો છો? તો આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન....

દરેક વ્યકતીએ સુંદર દેખાવા માટે મેકઅપનો ઉપયોગ કરવો ગમે છે. આ દરમિયાન હેર સ્ટાઈલ પણ કરવામાં આવે છે.

Update: 2023-09-07 11:52 GMT

દરેક વ્યકતીએ સુંદર દેખાવા માટે મેકઅપનો ઉપયોગ કરવો ગમે છે. આ દરમિયાન હેર સ્ટાઈલ પણ કરવામાં આવે છે. જે વ્યકતીત્વને નિખારવાનું કામ કરે છે. હેર સ્ટાઇલમાં ઉપયોગમાં લેવાતી સૌથી સામાન્ય વસ્તુ બ્લો ડ્રાઈ છે. તેનાથી વાળ સુંદર દેખાય છે અને તેમાં ચમક દેખાય છે. આજકાલ મહિલાઓએ ઘરે બ્લો ડ્રાઈ કરવાનું શરૂ કરી દીધું છે. જે ખૂબ જ સરળ છે. પરંતુ આ સમય દરમિયાન તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બને છે. તો આજે અમે તમને આવી જ કેટલીક ટિપ્સ વિષે જણાવીશું.

ભીના વાળ પર બ્લો ડ્રાઈના કરો

· સાવ ભીના વાળને બ્લો ડ્રાઈ કરવાનું ટાળો. વાળ થોડા સુકાઈ જાય પછી જ બ્લો ડ્રાઈ કરો. વાળને પહેલા થોડા ડ્રાઈ કરો. પછી કોમ્બિંગ કરતી વખતે વાળને બ્લો ડ્રાઈ કરો. તેનાથી વાળને નુકશાન ઓછું થાય છે અને વાળ ખેંચવાથી તૂટતાં નથી.

વાળને વધુ પડતાં ડ્રાઈ ના કરો.

· વાળને વધુ પડતાં ડ્રાઈ એટલે કે સુક્વ્વથી કાયમી નુકશાનનું જોખમ વધી શકે છે. ઓવર ડ્રાઈ થવાથી વાળ બરાબર સુકતા નથી અને વાળમાં ચમક રહેતી નથી.

તમારા વાળના ભાગ પાડો

· તમે તમારા વાળને બ્લો ડ્રાઈ કરવાનું શરૂ કરો તે પહેલા તેને સરખે ભાગે વહેંચો જેથી તમારા વાળ ઝડપથી અને સરળતાથી સુકાઈ જાય. આ તમારા વાળને ખૂબ જ ઝડપથી સૂકવી નાખે છે. તમારા વાળના મૂળમાંથી તેમની કુદરતી ભેજને છીનવી લે છે. જે તમારા ખોપરી ઉપરની ચામડી પરના સિબૂમમાંથી આવે છે.

બ્લો ડ્રાયરને તમારા સ્કેલ્પની નજીક ના રાખો

· બ્લો ડ્રાયરમાંથી નીકળતી ગરમ હવા માથાની ચમડીને નુકશાન પહોચાડી શકે છે. તમે ગમે તેટલી ઉતાવળમાં હોવ બ્લો ડ્રાયરને માથાથી એટલે કે સ્કેલ્પથી થોડા અંતરે રાખવાનો પ્રયાસ કરો એનાથી ગરમ હવા માથાની ચમડીને અડતી નથી.

હિટ પ્રોટેકશનનો ઉપયોગ કરોશું તમે પણ તમારા વાળને સુકવવા માટે બ્લો ડ્રાયરનો ઉપયોગ કરો છો? તો આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન....

· તમારા વાળને બ્લો ડ્રાઈ કર્તા પહેલા હિટ પ્રોટેકશન પ્રોડક્ટનો ઉપયોગ કરો. હિટ પ્રોટેક્શન વાળને ગરમ હવાથી બચાવે છે અને વાળને નુકશાન થતું નથી. તમે સિરામ પણ લગાવી શકો છો

Tags:    

Similar News