શું તમે લિપસ્ટિક વિના પણ હોઠની સુંદરતા વધારવા માંગો છો ?તો અપનાવો આ સરળ ઉપાયો

ચામડીને લગતી સમસ્યા જેમ કે હાથમાં કરચલી, હાથની ચામડી ડ્રાય થઈ જવી, હોઠ ફાટવાની સમસ્યા વગેરે પરંતુ સુંદર દેખાવા માટે, લોકો વિવિધ બ્યુટી પ્રોડક્ટ્સની સાથે તેમના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.

Update: 2023-12-17 09:33 GMT

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ચામડીને લગતી સમસ્યા જેમ કે હાથમાં કરચલી, હાથની ચામડી ડ્રાય થઈ જવી, હોઠ ફાટવાની સમસ્યા વગેરે પરંતુ સુંદર દેખાવા માટે, લોકો વિવિધ બ્યુટી પ્રોડક્ટ્સની સાથે તેમના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. ઘણીવાર લોકો ચહેરાની સંભાળને ખૂબ મહત્વ આપે છે. સુંદર ચહેરો રાખવા માટે આંખોની સાથે નાક અને હોઠની સુંદરતા ખૂબ જ જરૂરી છે. ઘણી વખત હોઠની કાળજી ન લેવાને કારણે હોઠ કાળા થઈ જાય છે. આવી સ્થિતિમાં, જો તેની સુંદરતા ઓછી થાય છે, તો તમે કુદરતી ઉપાયો અપનાવીને ગુલાબી હોઠ કરી શકો છો.

બદામનું તેલ :-

સૂકા હોઠથી રાહત મેળવવા માટે તમે બદામનું તેલ લગાવી શકો છો. તેના ઉપયોગથી હોઠ કોમળ, નરમ અને પહેલા જેવા સુંદર બને છે. આ માટે દરરોજ રાત્રે સૂતા પહેલા 3 થી 4 ટીપાં બદામના તેલના હોઠ પર પાંચ મિનિટ સુધી માલિશ કરો.

લીંબુ અને ક્રીમ :-

લીંબુના રસના થોડા ટીપાં સાથે થોડી ક્રીમ ભેળવીને હોઠ પર માલિશ કરવાથી તેનો રંગ તો સુધરે છે પણ તે કોમળ પણ બને છે. આ માટે થોડા દિવસો સુધી નિયમિત માલિશ કરી શકાય.

બીટ :-

બીટનો ટુકડો કાપીને થોડીવાર માટે ફ્રિજમાં રાખો અને પછી તેને બહાર કાઢીને હોઠ પર પાંચ મિનિટ સુધી મસાજ કરો. આમ કરવાથી તમારા હોઠને કુદરતી ગુલાબી ચમક મળે છે.

મધ અને ઓલિવ તેલ લગાવો :-

હોઠનો કુદરતી રંગ મેળવવા માટે મધમાં ઓલિવ ઓઈલ મિક્સ કરીને હોઠ પર લગાવો. જે તમારા હોઠને મુલાયમ બનાવશે.

મધ અને લીંબુ સાથે સ્ક્રબ કરો :-

ચહેરાની જેમ, મધમાં લીંબુનો રસ મિક્સ કરીને હોઠની મસાજ કરો, આ તમારા હોઠને ગુલાબી ચમક આપશે.

Tags:    

Similar News