વાળ તો બધાના ખરતા જ હોય છે પરંતુ કયારે ખબર પડશે કે હવે તમને ઈલાજની જરૂર છે? જાણો વાળ ખરવાના અસામાન્ય કારણો...

વાળ ખરવા અને વધવા વચ્ચે સંતુલન જળવાઈ રહે છે. પણ જો સામાન્ય કરતાં વધુ વાળ ખરતા હોય તો તે ચિંતાનો વિષય છે.

Update: 2023-10-05 10:08 GMT

વાળ ખરવા તે એક સામાન્ય સમસ્યા છે. દરરોજ મોટી સંખ્યામાં વાળ ખરે છે અને નવા વાળ પણ આવે જ છે. પરંતુ જો વાળ વધુ ખરતા હોય તો તે એક ચિંતાનો વિષય છે. વ્યકટીના દરરોજ 50 થી 100 વાળ ખરે છે. અને તેની જગ્યાએ નવા વાળ આવે છે. વાળ ખરવા અને વધવા વચ્ચે સંતુલન જળવાઈ રહે છે. પણ જો સામાન્ય કરતાં વધુ વાળ ખરતા હોય તો તે ચિંતાનો વિષય છે.ચાલો જાણીએ અસામાન્ય વાળ ખરવાના લક્ષણો અને કારણો....

અસામાન્ય હેરફોલના લક્ષણો

વાળ પાતળા થવા

· વાળ પાતળા થવા અને માથાના ઉયપરના ભાગમાં સતત વાળ ઓછા થઈ જવા તે અસામાન્ય હેરફોલનું કારણ હોય શકે છે.

સૂતા સમયે તકીયા પર વાળ ખરી જવા

· તમે સૂવો ત્યારે ઊઠીને જોવો તો તકીયા પર વાળ હોવા એ અસામાન્ય હેરફોલની નિશાની છે અને જો વાળ ધોતા સમયે પણ વધુ વાળ ખરે તો તમારે માનવું કે અસામાન્ય હેરફોલ થઈ રહ્યો છે.

હેર લાઇન પહોળી થઈ જવી

· બે વાળના ભાગ કરતાં સમયે હેર લાઇનમાં વધુ જગ્યા હોય તો તે અસામાન્ય હેરફોલની સમસ્યા ગણાય છે.

સ્કેલ્પની પરિસ્થિતી

· ઘણી વાર સ્કેલ્પ ગંદુ હોય અને અથવા માથામાં ખોડો હોય તો પણ વધુ વાળ ખરે છે.

દુખાવો થવો

· વાળ ખરવાની સાથે સ્કેલ્પમાં દુખાવો થતો હોય તો તે ગંભીર સમસ્યાનો ઈશારો આપે છે.

વાળના ટેક્સરરમાં ફેરફાર

· વાળ વધુ ડ્રાય થવા અને સરળતાથી તૂટી જવા તે અસામાન્ય હેરફોલનું લક્ષણ છે.

અસામાન્ય હેરફોલના કારણ

ફેમિલી હિસ્ટ્રી

· ઘણીવાર ફેમિલી હિસ્ટ્રીને કારણે પણ વાળ પતલા થાય છે અને ટાલની સમસ્યા થવા લાગે છે.

હોર્મોન્સમાં ફેરફાર

· PCOS, પ્રેગનેન્સી અને મેનોપોઝ દરમિયાન પણ અસામાન્ય હેરફોલનો સામનો કરવો પડે છે.

મેડિકલ કંડિશન

· થાઈરોઈડ, ઓટોઈમ્યૂન ડિસીઝ અને પોષકતત્ત્વોની ઊણપેના કારણે પણ હેરફોલની સમસ્યા થાય છે.

મેડિકેશન

· હાઈ બ્લડ પ્રેશર, કેન્સર ટ્રીટમેન્ટ અને ડિપ્રેશનની દવાને કારણે હેરફોલ થાય છે.

સ્ટ્રેસ

· વધુ સ્ટ્રેસ લેવાને કારણે ટેલોજન એફ્લુવિયમ નામનું હેરફોલ હોર્મોન ટ્રિગર થાય છે. ત્યારે તણાવને કારણે હેરફોલિકલ રૂટના રેસ્ટિંગ ફેઝમાં પ્રવેશ કરે છે.

ટાઈટ હેર સ્ટાઈલ

· ટાઈટ પોનીટેલ અથવા વાળ એકદમ ફિટ બાંધવાને કારમે પણ હેરફોલની સમસ્યા થાય છે.

Tags:    

Similar News