પ્યોર નેચરલી ફેશવોશ હવે ઘરે બનાવો, સ્કીન બનશે એકદમ ગ્લોઇંગ અને ડ્રાઈનેશથી મળશે છુટકારો

દૂધ એક સંપૂર્ણ આહાર છે. જે ફકત શરીર નહીં પરંતુ સ્કીન માટે પણ લાભદાયી હોય છે. દૂધ તમારી સ્કિનને ડિપ મોઈશ્ચરાઈઝ કરે છે.

Update: 2023-06-21 10:06 GMT

દૂધ એક સંપૂર્ણ આહાર છે. જે ફકત શરીર નહીં પરંતુ સ્કીન માટે પણ લાભદાયી હોય છે. દૂધ તમારી સ્કિનને ડિપ મોઈશ્ચરાઈઝ કરે છે. જો તમે સ્કીન ડ્રાઈનેશથી પરેશાન છો તો તમે મિલ્ક ફેશવોશનો ઉપયોગ કરો. તે તમારી સ્કીન માટે લાભદાયી રહેશે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો મિલ્ક ફેશવોશ..

મિલ્ક ફેશવોશ બનાવવાની સામગ્રી

½ કપ દૂધ

ચપટી હળદર

2 ચમચી મધ

મિલ્ક ફેશવોશ બનાવવાની રીત

મિલ્ક ફેશવોશ બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો. તેમાં દૂધ મિક્સ કરો અને થોડું ઘટ્ટ થવા દો. આ પછી તેને ઠંડુ થવા દો. હવે તેમાં મધ અને હળદર મિક્સ કરો. આ પછી તે તમામ ચીજોને સારી રીતે મિક્સ કરો. તમારું મિલ્ક ફેશવોશ બનીને તૈયાર થઈ ગયું છે.

મિલ્ક ફેશવોશનો ઉપયોગ કેવી રીતે કરશો

મિલ્ક ફેશવોશનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ફેશને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. હવે તમે ફેશવોશની મદદથી ચહેરાને ક્લીન કરો. હવે તમે સર્ક્યુલર મોશનમાં ચહેરાને મસાજ કરો. આ પછી સાધારણ પાણીથી ચહેરાને ધોઇ નાખો. તમારી સ્કીન સોફ્ટ અને સાઈની થવા લાગશે.

Tags:    

Similar News