દરેક પ્રકારની સ્કીન માટે પરફેકટ છે મુલતાની માટી, ખીલ સહિત ડેડ સ્કિનથી મળશે છુટકારો...

ઓઈલી અને સેન્સેટિવ ત્વચા પર કંઈપણ લગાવતા પહેલાં વિચારવું જોઈએ કે તેનાથી ત્વચાને નુકસાન થશે કે કેમ. પરંતુ મુલતાની માટી એક એવો સરળ ઘરગથ્થુ ઉપચાર છે

Update: 2023-12-04 10:10 GMT

ઓઈલી અને સેન્સેટિવ ત્વચા પર કંઈપણ લગાવતા પહેલાં વિચારવું જોઈએ કે તેનાથી ત્વચાને નુકસાન થશે કે કેમ. પરંતુ મુલતાની માટી એક એવો સરળ ઘરગથ્થુ ઉપચાર છે જે તમામ પ્રકારની ત્વચા માટે ફાયદાકારક છે. ભારતમાં, સુંદરતા વધારવાની સાથે, માટીના ઉપચારનો ઉપયોગ સ્વાસ્થ્ય લાભો માટે પણ કરવામાં આવે છે. માટીમાં રહેલા મિનરલ્સ ત્વચા અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે તમારી સુંદરતા વધારવા માટે મુલતાની માટીનો પણ ઉપયોગ કરી શકો છો.

· ત્વચાને ટોન કરશે

મુલતાની માટી ફેસ પેક અથવા માસ્ક ત્વચા માટે એક સુંદર બ્યૂટી ટ્રીટમેન્ટ છે. મુલતાની માટીનો ફેસ પેક અથવા માસ્ક લગાવવાથી ત્વચાને ટોન થાય છે, જેનાથી ત્વચા ગ્લો અને યંગ દેખાઈ છે.

· ઓઈલી સ્કિન માટે વધુ ફાયદાકારક

ઓઈલી સ્કિનમાં પિમ્પલ્સની સમસ્યા શરૂ થાય છે. આ સ્થિતિમાં મુલતાની માટી ત્વચામાંથી વધારાનું તેલ દૂર કરીને રંગને સુધારે છે. તે ખીલ અને ફોલ્લાઓને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. મુલતાની માટી ત્વચામાંથી ઝેર અને અશુદ્ધિઓને શોષી શકે છે, જેનાથી ચહેરો ચમકી ઉઠે છે.

· ફોલ્લીઓ અને પિમ્પલ્સથી રાહત

વધતા પ્રદૂષણને કારણે ત્વચા પર ધૂળ, ખીલ, ડેડ સ્કિન અને ફોલ્લા દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, મુલતાની માટીની ઠંડક અસર અને ખનિજો ત્વચાને શાંત કરે છે અને ચમકને પાછી આપે છે.જો ત્વચા પર ખૂબ ફોડલીઓ હોય તો 2 ચમચી કેઓલિન માટીનો પાવડર, 2 ચમચી ગુલાબજળ, અડધી ચમચી શુદ્ધ ગ્લિસરીન અને એક ચપટી હળદર મિક્સ કરો. આ પેકને ચહેરા અને ગરદન પર લગાવો. સૂકાયા પછી અથવા 15 મિનિટ પછી ધોઈ લો.

· ડ્રાય સ્કિનથી છુટકારો મેળવો

જો તમારી ત્વચા ખૂબ જ ડ્રાય છે તો 2 ચમચી કેઓલિન માટીના પાવડરમાં એક ચમચી મધ અને દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા અને ગરદનની ત્વચા પર લગાવો અને તે સુકાઈ જાય પછી તેને સાદા પાણીથી ધોઈ લો.

Tags:    

Similar News