ક્લાસિ લુક આપવા માટે આ 3 કલ્ચ બેગને સાડી સાથે કરો સ્ટાઈલ, દરેક કરશે તમારી જ ચર્ચા......

જ્યારે પણ આપણે લગ્ન કે પાર્ટીમાં જઈએ છીએ. ત્યારે આપણે અલગ અલગ ડિઝાઇનના આઉટફિટસ સ્ટાઈલ કરતાં હોઈએ છીએ.

Update: 2023-12-09 11:19 GMT

જ્યારે પણ આપણે લગ્ન કે પાર્ટીમાં જઈએ છીએ. ત્યારે આપણે અલગ અલગ ડિઝાઇનના આઉટફિટસ સ્ટાઈલ કરતાં હોઈએ છીએ. પરંતુ વધુ મહત્વની બાબત એ છે કે એક સારી બેગ જેમાં તમે તમારી જરૂરી વસ્તુઓ લઈ જય શકો છો અને તેને તમારા આઉટફિટ્સ સાથે પણ મેચ કરી શકો છો. તમે સાડી સાથે અલગ ક્લચ બેગ સ્ટાઈલ કરી શકો છો. જ્યારે પણ આપણે સાડી પહેરીએ છીએ ત્યારે વસ્તુઓને રાખવામા મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં તેની લેટેસ્ટ ડિઝાઇનને પાર્ટીમાં લઈ જાઓ અને દેખાવને વધુ સુંદર બનાવો. તો ચાલો જાણીએ તમે સાડી સાથે ક્યાં કલ્ચને જોડી શકો છો.

1. પોટલી કલ્ચ બેગ

પોટલી કલ્ચ સાડી સાથે ખૂબ જ સુંદર લાગે છે. બૉલીવુડ અભિનેત્રીઓ પણ આ પ્રકારના ક્લચનો ઉપયોગ કરતી હોય છે. તમે તેને લગ્ન અથવા કોઈ પણ પાર્ટીમાં પણ સ્ટાઈલ કરી શકો છો. તમે ઈચ્છો તો તેમાં સિકવન્સ વર્ક સાથે પણ લઈ શકો છો. નહીં તો તમને ઝરી વર્ક અથવા પર્લ વર્કમાં પણ સારી ડિઝાઇન મળી રહી છે. તમને આ પ્રકારના ક્લચ 400 થી 700 રૂપિયાની વચ્ચે મળી જશે.

2. બોક્સ ક્લચ બેગ

તમે સાડી સાથે બોક્સ ક્લચ પણ જોડી શકો છો. આ એકદમ સરસ લાગે છે. આ ક્લચ નાના હોવાના કારણે સરળતાથી લઈ જઇ શકાય છે. આમાં તમને અલગ અલગ ડિઝાઇન મળશે. આ કારણે તમારે તેને પકડી રાખવાની જરૂર નહીં પડે. તમે તમારી લિપસ્ટિક, ફોન અને નાની એસેસરીઝ આ પ્રકારના કલ્ચમાં રાખી શકો છો. આ તમને માર્કેટમાં 500 થી 800 રૂપિયાના ભાવે મળી જશે.

3. હાફ મૂન ક્લચ બેગ

જો તમે સ્ટાઇલિસ અને ક્લાસિ દેખાવા માંગો છો. તો આ માટે તમે હાફ મૂન કલ્ચને સાડી સાથે જોડી શકો છો. આ ડિઝાઇન તદન ટ્રેન્ડમાં છે અને ખૂબ જ સારી પણ લાગે છે. આ સાથે તેમાં લાંબી સાંકળ છે જેથી કરીને તમે તેને તમારા હાથમાં પકડી શકો છો અથવા તેને તમારા ખભા પર પણ લટકાડી શકો છો. આવી ડિઝાઇન ખૂબ જ સરસ લાગે છે. આ તમને માર્કેટમાં 250 થી 500 રૂપિયાના ભાવે મળી જશે.

Tags:    

Similar News