તમારા વાળ નાની ઉમરમાં સફેદ થઈ રહ્યા છે ? અજમાવી જુઓ આ દેશી ઉપાય

Update: 2021-08-18 06:56 GMT

અત્યારે નાની ઉંમરમાં જ લોકોના વાળ સફેદ થવા લાગ્યા છે. પરંતુ જો સમય રહેતાં ધ્યાન ન આપવામાં આવે તો આખું માથું સફેદ થતાં વાર નથી લાગતી. સફેદ વાળ થતાં રોકવા માટે સૌથી અસરકારક ઉપાય ઘરેલૂ નુસખાઓ જ છે. જેનાથી અગર વાળને ફાયદો ન પણ થાય તો નુકસાન પણ થતું નથી. સફેદ વાળ વધુ સફેદ ન થાય તેના માટેનો એક ખાસ અને સરળ ઉપાય ઘરે જ કરી શકો છો.

આ ઉપાય માટે 3 વસ્તુઓની જરૂર પડશે 2 આમળા, 4 ચમચી દહીં અને 1 લીંબુનો રસ. સૌથી પહેલાં આમળા લઈને તેને મિક્સરમાં પીસી લો. જરૂર પડે તો 1 ચમચી પાણી પણ નાખી શકો છો. પછી તેમાં દહીં અને છેલ્લે લીંબુનો રસ મિક્સ કરીને ગ્રાઈન્ડ કરી લો. આ પેસ્ટ 10 મિનિટ રાખી મૂકો. પછી વાળમાં અડધાં કલાક માટે લગાવી વાળ ધોઈ લો. આ હેર પેસ્ટ સપ્તાહમાં 3 વાર લગાવવાથી જલ્દી ફરક દેખાશે અને તમારા વાળ વધારે સફેદ નહીં થાય અને જે વાળ સફેદ થઈ ગયા છે તે પાછાં કાળા થવા લાગશે.

વાળને હેલ્ધી રાખવા માટે પૂરતી ઊંઘ લેવી અને ટેન્શનથી બચવું ખૂબ જ જરૂરી છે. નહીં તો નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગશે. તડકામાં જાઓ ત્યારે વાળ ખુલ્લા રાખવા નહીં અને માથું ઢાંકીને જ બહાર નીકળવું. નહીં તો વાળ જલ્દી સફેદ થવા લાગશે. વાળને વારંવાર કલર કરવો નહીં. વધારે પડતાં ઈલેક્ટ્રોનિર ઉપકરણો વાળમાં પ્રયોગ કરવા નહીં.

Tags:    

Similar News