ચહેરાથી પણ વધુ ચમકશે તમારા પગ, ફોલો કરો આ ટિપ્સ, લોકો પૂછશે પગની સુંદરતાનું રાઝ...

ચહેરાની સુંદરતાની સાથે સાથે આપણે આપણાં પગની સુંદરતા વિષે પણ વિચારવું જોઈએ. કારક કે આપણે ચહેરાની તો યોગ્ય કાળજી રાખતા જ હોઈએ છીએ.

Update: 2023-10-07 09:39 GMT

ચહેરાની સુંદરતાની સાથે સાથે આપણે આપણાં પગની સુંદરતા વિષે પણ વિચારવું જોઈએ. કારક કે આપણે ચહેરાની તો યોગ્ય કાળજી રાખતા જ હોઈએ છીએ. પરંતુ પગની કાળજી રાખવી પણ ખુબ જ જરૂરી બને છે. ઘણી વાર એવું બનતું હોય છે કે ચહેરાની સુંદરતા માટે આપણે અનેક વસ્તુઓ વાપરતા હોઈએ છીએ પરંતુ પગને અવગણીએ છીએ. તેના કારણે પગનો રંગ કાળો પડી જાય છે. અને જે બાદ શોર્ટ્સ ડ્રેસ કે સારી સેન્ડલ પણ પહેરી શકાતી નથી. તો આજે માએ જણાવીશું અમુક એવિ ટિપ્સ જેને ફોલો કરવાથી તમારા પગ બની જશે એકદમ સુંદર..

હળદર અને દહીનું માસ્ક

· હળદર અને દહીને મિલાવીને પેસ્ટ બનાવી દો. આને પોતાના પગ પર લગાવો. 10-15 મિનિટ સુધી લગાવીને રહેવા દો અને બાદમાં ધોઈ દો.

એલોવેરા જેલ

· પોતાના પગ પર તાજી એલોવેરા જેલ લગાવો. એલોવેરા પગને સોફ્ટ બનાવે છે અને સ્કિનને બ્રાઈટ કરે છે.

સાફ અને એક્સફોલિએટ કરો

· નિયમિત રીતે પોતાના પગને સામાન્ય સાબુ અને ગરમ પાણીથી સાફ કરો. પગની સ્કિનને એક્સફોલિટ કરવા અને ડેડ સ્કિન સેલ્સને હટાવવા માટે માઈલ્ડ સ્ક્રબ કે પ્યૂમિસ સ્ટોનનો ઉપયોગ કરો.

લીંબુનો રસ અને બેકિંગ સોડા

· લીંબુનો રસ અને બેકિંગ સોડાને સમાન પ્રમાણમાં લઈને એક પેસ્ટ બનાવો. આને કાળા પડેલા પગ પર લગાવો. થોડી મિનિટ માટે એમ જ રહેવા દો અને પછી ધોઈ લો.

ખીરાનો ટુકડો

· ખીરાની સ્લાઈસને પોતાના કાળા પડેલા પગ પર 10-15 મિનિટ માટે રાખો અને તેના જ્યૂસને પગ પર લગાવો. ખીરા સ્કિનને નિખારવામાં મદદ કરી શકે છે.

સનસ્ક્રીન લગાવો

· જો તમારા પગ તડકાના સંપર્કમાં રહે છે તો તેની પર એક સારા એસપીએફ વાળી સનસ્ક્રીન લગાવો. તેનાથી ટેનિંગની સમસ્યાને રોકી શકાય છે.

નિયમિતરીતે મોઈશ્ચરાઈઝ કરો

· પોતાની ત્વચાને હાઈડ્રેટેડ રાખવા માટે સારુ મોઈશ્ચરાઈઝર લગાવો. આ ડ્રાય સ્કિન અને કાળાશને વધવાથી રોકી શકે છે. 

Tags:    

Similar News