મધ્યપ્રદેશના 3 શખ્સોએ અમરેલીના ગોઢાવદર ગામે ચલાવી હતી લૂંટ, LCB પોલીસે કરી 2 લૂંટારુની ધરપકડ

Update: 2023-07-29 15:54 GMT

ગોઢાવદર ગામે થયેલ લૂંટના અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલાયો

મધ્યપ્રદેશના 3 પૈકી 2 આરોપીઓની LCB પોલીસે કરી ધરપકડ

ફરાર અન્ય આરોપીને વહેલીતકે ઝડપી લેવા પોલીસની કવાયત

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગોઢાવદર ગામ ખાતે ખેડૂતને માર મારી લૂંટ કરનાર 2 પરપ્રાંતીય ઇસમની લૂંટમાં ગયેલ મુદ્દામાલ સાથે LCB પોલીસે ધરપકડ કરી છે. પોલીસના પાંજરે પોપટ બની ગયેલા આ બન્ને શખ્સો મૂળ મધ્યપ્રદેશના છે, તેઓએ મોડી રાત્રિએ ગોઢાવદર ગામની વાડીએ ઘઉંમાં પાણી વાળવાનું કામ કરતાં ૫૬ વર્ષીય અશોક ગજેરા પર લૂંટના ઇરાદે હુમલો કર્યો હતો. જેમાં અશોક ગજેરાને લાકડાના ધોકા વડે આડેધડ માર મારી ઇજા કરી તેમના પાસે રહેલ ૧૭૦૦ રૂપિયા જેટલી રોકડ રકમ તથા ૭ હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ ૮,૭૦૦ રૂપિયાના માલમત્તાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. જે અંગે અશોક ગજેરાએ અજાણ્યા ૩ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી, ત્યારે લીલીયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન લીલીયા, પુંજાપાદર ચોકડી પાસેથી ૨ ઇસમોને શંકાસ્પદ હાલતમાં પકડી પાડી તપાસ કરતાં શંકાસ્પદ મોબાઇલ ફોન મળી આવતા મજકુર ઇસમોની સઘન પૂછપરછ કરતા લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. અમરેલી LCB પોલીસે ૩ આરોપીમાંથી મહેશ બામનીયા અને તુફાન નિનામાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ફરાર આરોપી રાજુ બામનીયાને પણ વહેલી તકે ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે.

Tags:    

Similar News