અમરેલીઃ દલખાણીયામાં વધુ ર સિંહોના મોત, કુલ મૃત્યુઆંક 16ને પાર

Update: 2018-09-30 10:48 GMT

7 સિંહણ અને એક સિંહબાળ જસાધાર રેન્જમાં સારવાર હેઠળ

દલખાણીયા રેન્જમાં સિંહોના મોતનો સીલસીલો હજુ યથાવત છે ત્યારે દલખાણીયા રેન્જમાં વધુ બે સિંહણનું મોત થતા મૃત્યુઆંક 16 થયો છે. વનમંત્રી ગણપત વસાવાએ સિંહોના મોતને લઇને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. અને જણાવ્યું હતું કે, વન વિભાગની ટીમ દિવસ-રાત દોડધામ કરે પણ સિંહોના મોત નીપજી રહ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સિંહોના મોત કયા કારણોસર થયા છે તેનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.

જસાધાર રેન્જના RFO પંડ્યાએ કહ્યું હતું કે, દલખાણીયા રેન્જમાંથી 7 સિંહણ અને એક સિંહબાળનું રેસ્ક્યુ કરી સારવાર માટે જસાધાર રેન્જમાં ખસેડાયા હતા. જેમાંથી ગઇકાલે સવારે બે સિંહણના મોત નીપજયા હતાં અને હાલમાં એક સિંહબાળ અને પાંચ સિંહણ સારવાર ચાલુ છે. બે સિંહણના મોતના પગલે વનમંત્રી ગણપત વસાવા જસાધાર એનિમલ સેન્ટર ખાતે દોડી જઈ દુખ વ્યક્ત કરતા કહ્યું કે સિંહોના મોત કેમ એટલે કે કયા કારણોસર થયા છે તેને શોધી કાઢી વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

Similar News