ગીર સોમનાથ : પ્રાચી તીર્થના માધવરાયજી ભગવાનને વરુણદેવે કર્યો સ્વંયભૂ જળાભિષેક, જુઓ અલભ્ય દ્રશ્યો...

Update: 2020-08-14 06:36 GMT

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં ગત ગુરુવારની રાત્રિથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદના કારણે પ્રાચી તીર્થ ખાતે આવેલ માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ થયું હતું.

હવામાન વિભાગની આગાહી અનુસાર, સમગ્ર ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે આવેલ માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. ગત ગુરુવારની રાત્રિથી વરસી રહેલ ધોધમાર વરસાદના કારણે માધવરાયજી મંદિરમાં લગભગ 15 ફૂટ સુધી પાણી ભરાઈ જવા પામ્યું હતું, ત્યારે માધવરાયજી ભગવાનને વરુણદેવનો સ્વયંભૂ જળાભિષેક થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે આ સીઝનમાં ત્રીજી વખત માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ થયું હોવાની ઘટના બની છે. ઉપરાંત કપીલા નદીમાં પુર આવતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા.

Similar News