ગોધરા : 38 વર્ષની કાકીના બદલે ભત્રીજી આપવા પહોંચી પરીક્ષા, જુઓ શું થયું

Update: 2020-03-14 11:10 GMT

ગોધરાની ઇકબાલ ગર્લ્સ હાઇસ્કુલમાં કાકીના બદલે પરીક્ષા આપવા માટે આવેલી સગીર ભત્રીજી ઝડપાય જતાં તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

હાલમાં ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ -10 અને 12ની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. ગોધરાની ઇકબાલ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે સામાજીક વિજ્ઞાનના પ્રશ્નપત્ર દરમિયાન ડમી પરીક્ષાર્થી ઝડપાઇ છે. ડમી છાત્રા તેની કાકીના બદલે પરીક્ષા આપી રહી હતી. વાડી તાલુકાના 38 વર્ષીય વિષ્ણુબેન ધોરણ- 10ની પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું અને પરીક્ષામાં પાસ થવા માટે તેમણે તેમના બદલે તેમની સગીર ભત્રીજીને પરીક્ષા આપવા માટે મોકલી હતી.

સુપરવાઇઝરના ચેકીંગ દરમિયાન રીસીપ્ટ પર ફોટો અલગ જણાતાં ડમી છાત્રાનો ભાંડો ફુટી ગયો હતો. જોકે આ પહેલા ત્રણ વિષયની પરીક્ષા આપી દેવામાં આવી છે અને અન્ય બે વિષયની પરીક્ષા આપવાની બાકી છે તેવામાં અગાઉ ના ત્રણ પેપર અસલ પરીક્ષાર્થી દ્વારા આપવામાંઆવ્યા છે કે પછી ડમી વિદ્યાર્થીની દ્વારા આપવામાં આવ્યા છે તે દિશામાં શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Similar News