ગોધરા : પોલિયોની બીમારી પણ ન તોડી શકી કિરણબેનનું મનોબળ, વાંચો સ્વિમિંગ કોચની પ્રેરણાદાયી સફર

Update: 2020-03-08 08:20 GMT

ગોધરા સ્પોર્ટસ કોમ્પલેક્ષના સ્વિમિંગ કોચ કિરણ

ટાંક માત્ર ત્રણ વર્ષની વયે પોલિયોગ્રસ્ત થયા બાદ

મજબૂત મનોબળ અને અવિરત મહેનતથી સ્વિમિંગકોચ બન્યા હતા તે પોતે 52 નેશનલ

ગોલ્ડ અને  ૮

ઈન્ટરનેશનલ મેડલ્સ જીતી ચૂક્યા છે.

“મજબૂત મનોબળ સાથે અવિરત પ્રયાસો કરવામાં આવે તો સફળતા પ્રાપ્ત

કરતા તમને કોઈ રોકી શકતું નથી” : કિરણ ટાંક

કિરણબેને જણાવ્યુ હતું કે “અઢી વર્ષની વયે પોલિયોગ્રસ્ત બન્યા બાદ માતા-પિતા સહિત કોઈએ

સપનામાં પણ વિચાર્યુ નહોતું કે હું સ્વિમિંગમાં કારકિર્દી બનાવીશ કે એક દિવસ

સ્વિમિંગ કોચ બની જઈશ. મેં પોતે પણ વિચાર્યુ નહોતું કેમ કે હું જોધપુર, રાજસ્થાનથી આવું છું અને તે પ્રદેશમાં બહુ ઓછી છોકરીઓ

સ્પોર્ટસમાં કેરિયર બનાવે છે, સ્વિમિંગમાં તો નહિવત. ઓછામાં પુરૂ હું ક્ષત્રિય

રાજપૂત સમાજની અને પગે દિવ્યાંગ છું......" જો કે એક મહિલા તરીકે મને હંમેશા

લાગ્યું છે કે “મજબૂત મનોબળ સાથે અવિરત પ્રયાસો કરવામાં આવે તો સફળતા પ્રાપ્ત

કરતા તમને કોઈ રોકી શકતું નથી”.

ગોધરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના સ્વિમિંગ કોચ કિરણ ટાંક પોલિયોના

લીધે  બે (૨) વરસ પોલિયોના લીધે પથારીવશ રહ્યા બાદ રાષ્ટ્રીય સ્તરના

સ્વીમર અને ત્યારબાદ કોચ બનવા સુધીની સફર વિશે વાત કરે છે ત્યારે તેમની પાસે

સ્વિમિંગ શીખવા આવતી બાળકીઓ અહોભાવપૂર્વક તેમને જોઈ રહે છે. કિરણબેનની આ સફર માત્ર

મહિલાઓ કે દિવ્યાંગો માટે નહીં પરંતુ દરેક વ્યક્તિ માટે પ્રેરણાદાયી છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે જ્યારે

સ્વિમિંગ

કરવાનું મે શરૂ કર્યુ ત્યારે

પરિવાર અને સમાજમાં બન્નેમાં અણગમાનો સૂર હતો પણ આજે આ તમામ લોકો ગામની દીકરીની

સિધ્ધિઓ પર ગર્વ અનુભવે છે અને પોતાની બાળકીઓને તેમનું ઉદાહરણ આપે છે. કિરણબેન

પોતાના સંદેશામાં જણાવે છે કે પોતાના સપના પુરા કરવા માટે અન્યોની સહાયતાની

અપેક્ષા ન રાખતા અડગ નિરધાર સાથે સતત મહેનત કરવી જોઈએ.

દિવ્યાંગ હોવા છતાં સામાન્ય ખેલાડીઓને લઘુતાગ્રંથિ થઈ આવે તેવી

સિદ્ધિઓ મેળવનાર કિરણ ટાંક નારીશક્તિનું ગૌરવપૂર્ણ ઉદાહરણ છે.

Tags:    

Similar News