GSTમાં સોના પર 3 ટકા ટેક્સની જોગવાઈ

Update: 2017-06-04 07:52 GMT

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં સોના પર ટેક્સના દર અંગેનો નિર્ણય અગાઉ મુલત્વી રાખવામાં આવ્યો હતો. પરંતુ આખરે તેના પરના દર નિશ્ચિત કરવામાં આવ્યા છે.

GSTમાં સોનાના ઘરેણા અને બનાવટ પર 3 ટકાના ટેક્સનો દર નક્કી કરવામાં આવ્યો છે, આ ઉપરાંત 500 રૂપિયા થી ઓછા કિંમતના બુટ પર 5 ટકા અને તેનાથી વધારે કિંમતના બુટ પર 18 ટકા ટેક્સ નક્કી કરવાની જોગાવાઈ કરવામાં આવી છે.

જ્યારે તૈયાર કાપડ પર 12 ટકા, યાર્ન અને કોટન પર 5 ટકા, કાચા હિરા પર 0.25 ટકા ટેક્સ લાગુ કરવામાં આવશે, વધુમાં બિસ્કીટને 18 ટકા ટેક્સ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. બીડી પર 28 ટકા અને બીડી માટે ઉપયોગમાં લેવાતા તેન્દુપત્તા પર 18 ટકા ટેક્સ લાગશે. આ ઉપરાંત સોલાર પેનલ પર 5 ટકા, તૈયાર ફૂડ પેકેટ પર 5 ટકા ટેક્સની જોગવાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.

Similar News