ગુજરાતના રાજકારણમાં ગરમાવો: ભાજપના ૪ ધારાસભ્યો આપશે રાજીનામાં, ટૂંક સમયમાં યોજાશે ચૂંટણી

Update: 2019-05-24 08:59 GMT

લોકસભા ચૂંટણી ભલે પૂર્ણ થઈ પણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવવાનો બાકી છે. હજી લોકસભાની ચૂંટણી પુરી થઇ ત્યાં ગુજરાત ભાજપના ૪ ધારાસભ્યો રાજીનામાં આપશે.

જેના કારણે તેમની ખાલી પડેલી જગ્યાએ ફરીથી ચૂંટણી થશે. ભાજપના ૪ ઉમેદવારો લોકસભા ચૂંટણીમાં જીત બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. તેની સાથે રાજ્ય સભાના બે સાંસદોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની પણ રાજીનામું આપશે.

ચૂંટણીમાં જંગી લીડ સાથે જીતનાર ભાજપના ચાર સભ્યો પૈકી બનાસકાંઠાથી પરબત પટેલ, પાટણથી ભરતસિંહ ડાભી, અમદાવાદ પૂર્વથી એચ.એસ.પટેલ, પંચમહાલથી રતનસિંહ રાઠોડ પોતાના પદેથી રાજીનામું આપશે. નિયમ મૂજબ ૧૪ દિવસમાં ઉમેદવારોએ રાજીનામું આપવાનું હોય છે. રાજીનામા બાદ ચારેવ વિધાનસભાની ફરીથી પેટાચૂંટણી યોજાશે.

Similar News