ભરૂચ : વાવાઝોડાના પગલે “સરકાર” ખડેપગે, વાંચો કયાં મંત્રી પહોંચ્યાં દરિયાકાંઠે

Update: 2021-05-17 10:12 GMT

તૌકતે વાવાઝોડા ને લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ગામોમાં તેની અસર થવાની છે ત્યારે ભરૂચ જિલ્લાના પણ અનેક ગામોમાંથી ૨૫૦૦ થી વધુ લોકોને તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા છેઃ જિલ્લાના વાગરા,જંબુસર અને હાંસોટ તાલુકાના ગામો માં તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં 121 કીમી જેટલો વિસ્તાર દરિયા કિનારે આવેલો છે. ભરૂચના દહેજ બંદરે 9 નંબરનું સિગ્નલ લાગ્યું છે જે ઇતિહાસની પ્રથમ ઘટના છે. વહીવટીતંત્રએ કાંઠા વિસ્તારોમાં રહેતાં લોકોને સલામત સ્થળોએ ખસેડી લીધાં છે કારણ કે વાવાઝોડાના કારણે 165 થી 185 કીમીની ઝડપથી પવન ફુંકાવાની સંભાવના છે. ભરૂચ જિલ્લાના દરિયા કાંઠાના ગામોની રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ મુલાકાત લઇ અસરગ્રસ્તો સાથે વાતચીત કરી હતી. તેમણે તંત્રની તૈયારીઓ ચકાસી જરૂરી સુચનાઓ આપી હતી.

Similar News