ગુજરાતની ખાલી પડેલ રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીની તારીખ જાહેર

Update: 2021-02-04 08:00 GMT

કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના અવસાન બાદ રાજ્યની બંન્ને રાજ્યસભાની બેઠકો ખાલી પડી હતી. આ બંને બેઠકો માટે ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી આયોગે પહેલી માર્ચે ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું આગામી 11 તારીખે બહાર પાડવામાં આવશે. અને ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી રાખવામા આવી છે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રખાઇ છે. આવતા મહિનાની પહેલી તારીખ એટ્લે કે, પ્રથમ માર્ચે સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન યોજાશે.

ગુજરાતમાં કુલ 11 બેઠકો રાજ્યસભામાં છે જે પૈકી 7 સાંસદ ભાજપના જ્યારે 2 સાંસદ કોંગ્રેસ પક્ષના છે. અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધન બાદ અન્ય બે બેઠકો હાલ ખાલી પડેલી છે. જેમાં એક ભાજપ અને એક કોંગ્રેસ પાસે હતી. આ બંને બેઠકોની ચૂંટણી રસપ્રદ બની રહેશે. ભાજપ બંને બેઠકો જીતવા પ્રયાસ કરશે ક્યારે કોંગ્રેસ માટે સીટ બચાવવી મુશ્કેલ બની રહેશે. કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલનું અવસાન 25 નવેમ્બરે થયું હતું. તેમની ટર્મ 18 ઓગસ્ટ 2023માં પુરી થતી હતી. જ્યારે ભાજપના સાંસદ અભય ભારદ્વાજનું અવસાન પહેલી ડિસેમ્બરે થયું હતું. તેમની ટર્મ 21 જૂન 2026ના રોજ પુરી થવાની હતી.

Tags:    

Similar News