રાજયમાં આજે કોરોનાના 17 નવા કેસ નોધાયા, 23 દર્દીઑ થયા સાજા

રાજ્યમાં આજે કોરોના વાયરસના 17 નવા કેસ નોંધાયા છે. રાજ્યના 4 જિલ્લા અને 2 મહાનગરમાં જ આ નવા કેસ નોંધાયા

Update: 2022-03-26 17:23 GMT

રાજ્યમાં આજે કોરોના વાયરસના 17 નવા કેસ નોંધાયા છે. રાજ્યના 4 જિલ્લા અને 2 મહાનગરમાં જ આ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 23 દર્દી સાજા થયા છે. ગુજરાતમાં બાળકોનું રસીકરણ પણ પૂરજોશમાં શરૂ થયું છે ત્યારે રાજ્યમાંથી કોરોના મુક્ત ગુજરાત ગમે ત્યારે જાહેર થઈ શકે છે.

રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 10, સુરત જિલ્લામાં 02, વડોદરા શહેરમાં 02, બનાસકાંઠા,. તાપી, વડોદરામાં 1-1 નવા કેસ નોંધાયા છે. બાકીના રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં કોરોનાના શૂન્ય કેસ નોંધાયા છે.

આજે અમદાવાદ શહેરમાં 08, વડોદરા શહેરમાંથી 14 અને ગાંધીનગર શહેરમાંથી 01 મળીને કુલ 23 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના ફક્ત 276 એક્ટિવ કેસ છે. આ એક્ટિવ કેસ પૈકીના માત્ર 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં 272 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે કે કુલ 12,12,644 દર્દીઓ અત્યારસુધીમાં સાજા થઈ ગયા છે. રાજ્યનો મૃત્યઆંક 10942 પર યથાવત છે.

આજે રાજ્યમાં કુલ 1,15,372 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. રસીકરણ અને સાજા થતા દર્દીઓના કારણે રાજ્યનો રિકવરી રેટ 99.08 ટકા જેટલો નોંધાયો છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 10,58,30,099 રસીના ડોઝ આપવામાં આવ્યા છે

Tags:    

Similar News