સુરતની આ છ બેઠક માટે ભાજપના 182 નેતાઓએ માંગી ટિકિટ, વાંચો કોણે કોણે માંગી ટિકિટ

Update: 2022-10-28 04:36 GMT

ગુજરાતમાં હવે ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થવાની સંભાવના છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારી વધુ તેજ બનાવી છે. આમ આદમી પાર્ટી દ્વારા સૌથી પહેલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ અને ભાજપમાં હજુ ઉમેદવારોને લઈને વિચારણા ચાલી રહી છે. જોકે ભાજપની ટિકિટ માટે જે રીતે પડાપડી થઈ રહી છે તે જોઈને નિરીક્ષકો પણ ચોંકી ઉઠયા હતા.

સુરતની છ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીમાં દાવેદારોની લાઇન લાગી ગઈ છે, સેન્સ પ્રક્રિયા દરમિયાન આ છ બેઠક માટે 20-25 નહીં કુલ 182 નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારોમાં જોવા જઈએ તો વર્તમાન ધારાસભ્યોમાંથી ચાર ધારાસભ્યો દ્વારા ટિકિટ માંગવામાં આવી છે જેમાં ઉધનાથી વિવેક પટેલ, વરાછાથી કુમાર કાનાણી, ચોર્યાસીથી ઝંખના પટેલ, કરંજથી પ્રવીણ ઘોઘારીએ ટિકિટ માંગી છે. સુરતની હોટ સીટ ગણાતી મજૂરા પરથી હાલના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને રિપીટ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ મંત્રી વિનુ મોરડીયાએ સમર્થકો મારફત ફરી ટિકિટની માંગ કરી છે.સુરતની ઉધના: 46, મજૂરા: 10, ચોર્યાસી: 58, કતારગામ: 23, વરાછા: 21, કરંજ: 24 

Tags:    

Similar News